વડોદરા
ભાજપના ઇલેક્શન વોર્ડ નં ૧૫ના કાઉન્સિલર આશિષ જાેશીએ સભામાં આ બાબતે હોબાળો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના હસ્તે સંપ અને પંપ હાઉસનું લોકાર્પણ થયું જેને પ્રેઝન્ટેશન બુકમાં કાર્ય પૂર્ણ થયું હોય તે રીતે દર્શાવાયું છે. પણ વાસ્તવમાં ૨૭૦ હોર્સ પાવરના ૪ પમ્પ મુકાયા જ નથી. અગાઉ મેયરની અધ્યક્ષતામાં પાણી પુરવઠા શાખાની ટીમ સાથે બેઠકોમાં પાણીના પ્રેશરની પરેશાની અને હાઉસમાં પંપ ન મૂકાયાની રજૂઆત થઇ છે. પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારી જતન બધેકા અવનવા બહાના કાઢે છે. ૨૭ જાન્યુઆરીએ પાણી પુરવઠાની ટીમ સાથેની બેઠકમાં જતન બધેકાએ મશીનો આવ્યા હતા અને તેમાં વાઇન્ડનિંગનો પ્રોબ્લેમ હોવાથી પરત મોકલાયા છે તેમ કહ્યું હતું. તપાસમાં જણાયું કે પંપ આવ્યા જ નથી. આમ મેયરની અધ્યક્ષતામાં મળેલી મિટિંગ કે જેમાં કાઉન્સીલરો અને ઉચ્ચ અધિકારીઓ હાજર હતા તેમની વચ્ચે જતન બધેકા ખોટું બોલ્યા હતા. તેમને સભામાં બોલાવી બોલેલા જુઠ્ઠાણાં બદલ માફી મંગાવી જાેઈએ તેમ જણાવ્યું હતું. અગાઉ વિસ્તારના ૪ કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી. અમે પાણી પુરવઠા અધિકારી સાથે વાત કરી હતી. સભામાં કાઉન્સિલરે વિષય ઉઠાવ્યો હતો. જાે પંપની ખરીદીમાં કે ઈન્સ્ટોલેશનમાં ખામી દેખાશે તો તે અધિકારી સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. મટિરિયલ, કોમ્પોનન્ટ, ફેક્ટરી નિરીક્ષણ બાકી છે. પંપ હાઉસમાં સિવિલ, ટ્રાન્સફોર્મર રૂમમાં કામ બાકી છે. શરત મુજબ અગાઉના પંપના પ્રમાણપત્રો લેવાયા નથી. તમામ બાબત કમિશનર સામે મુકી મંજૂરી બાદ ખરીદી થશે. માત્ર ઓર્ડર અપાયો છે. સૂત્રો મુજબ પુનાની કંપનીને ૪ પંપનો ઓર્ડર અપાયો છે. જે કંપનીએ ૫ વર્ષમાં દરેક વર્ષે ૫ પંપ સરકારી સંસ્થાને આપ્યા હોય તેની પાસેથી પંપ ખરીદવા તેવી ટેન્ડરની શરત છે. પુનાની કંપની ક્રાઇટેરિયામાં નથી. માટે ટેન્ડરની શરત ભંગ થાય છે. મિકેનિકલ વિભાગનો ખરીદી ના થાય તેવો અભિપ્રાય છે. છતાં એક અધિકારીએ તેની પાસેથી ખરીદવા જીદ પકડી છે.તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સુશાસન દિવસે વડોદરામાં પહેલીવાર આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં નાલંદા ટાંકી ખાતે રૂ. ૬.૨૦ કરોડના ખર્ચે નવીન સંપ, પંપ હાઉસ અને ટ્રાન્સફોર્મર રૂમ હતાં. ત્યારબાદ પાલિકાની પ્રેઝન્ટેશન બુકમાં પણ પૂર્ણ થયેલા પ્રોજેકટમાં તેનો સમાવેશ કરાયો છે. પરંતુ સત્ય એ છે કે હજી પંપ હાઉસમાં પંપ મુકાયા જ નથી. આ ઘટસ્ફોટ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલરે કર્યો છે.


