ગતરોજ યુવક દ્વારા કરાઈ હતી ઇરછામૃત્યુની માંગ……
જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન સામે ગઈકાલે યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક મળતી માહિતી મુજબ વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રહેતા જયેશ વઘેરા નામના યુવક દ્વારા ગઈકાલે પોલીસ સ્ટેશન સામે ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વધુમાં યુવક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પર એક જ મહિનામાં ત્રણ વખત હુમલાઓનો બનાવ બન્યો હોવાની અવાર નવર જાણ કરવા છતાં પણ વંથલી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું વધુમાં આ યુવક દ્વારા કલેકટરને સંબોધીને લેખિત ઇરછામૃત્યુની માંગ પણ કરવામાં આવી હતી.બાદમાં યુવકે ગઈકાલે પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બાદમાં યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બાદમાં વધુ સારવાર માટે 108 મારફતે યુવક ને જૂનાગઢ રીફર કરાયો હતો.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી


