મહેસાણા
વડનગર પાસે ગઈ કાલે રાત્રી દરમિયાન કેસીમ્પા ગામથી પાટીતા બસ સ્ટોપ નજીક આર્ટિગા ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી બાઈક પર સવાર બે લોકોને ટક્કર મારી હતી. ઘટનામાં બાઈક પર સવાર માલાભાઈના માથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યાં બીજી બાજુ પ્રજાપતિ દર્શન નામના વ્યક્તિને પણ માથાના ભાગે અને શરીરે ઈજાઓ પહોંચી હતી. રાત્રે બનેલી ઘટનાની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘાયલ થયેલા બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી આર્ટિગા ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર મામલે ઇજા પામેલા માલાભાઈના ભાઈ રવજીભાઈએ ગાડી ચાલક વિરુદ્ધ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.મહેસાણા જિલ્લામાં હાલમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવતી હોય છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. વડનગર પંથકમાં એક બેફામ ગાડી ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયા હતા.
