Gujarat

વલસાડ જિલ્લાની ૫ વિધાનસભા બેઠક ઉપર ઉમરગામ તાલુકાના નેતા રમણલાલ પાટકરને બીજેપીએ ટિકિટ ફાળવી

વલસાડ
મહારાષ્ટ્રના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની બેઠક ઉપર પૂર્વ વન મંત્રી રમણલાલ પાટકર ઉપર ૬ઠ્ઠી વખત વિશ્વાસ મૂકી ટીકીટ ફાળવી હતી. જેને લઈને ઉમરગામ પંથકમાં બીજેપીના કાર્યકરોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો. ઉમરગામ પંથકમાં ૧૨થી વધુ સમાજના લોકોનું સમર્થન મળશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાશે. વલસાડ જિલ્લામાં ભરતીય જનતા પાર્ટીઆ વખતે કોઈ કચાસ રાખવા માંગતી નથી તયારે વલસાડ જિલ્લા ૫ વિધાનસભા બેઠક પર ફરી એક વાર ૫ બેઠક ઉપર ધારાસભ્યો ને રીપીટ કરાતા કાર્યકરો માં ભારે ઉત્સાહ છે. ત્યારે ઉમરગામ ૫ વખત ઉમરગામ બેઠક ઉપર ભાજપમાંથી ઉભા રહી જીત મેળવનાર કદાવર નેતા અને પૂર્વ વન મંત્રી પણ રહી ચુક્યા છે. રમણલાલ પાટકરને બીજેપીની ૬ ઠ્ઠી વખત ટિકિટ મળતા રમણલાલ પાટકર એ ૧ લાખથી વધુ મતથી જીતવાનો દાવો તેમજ તેમના કાર્યકતાઓ એ કર્યો હતો. ગત ટમમાં ૪૧,૬૯૦ મતે જીત્યા હતા. એટલે રમણ પાટકરના કામો અને આદિવાસી સમાજનો મોટો ચેહરો તરીકે ઓમાં મોટું નામ ધરાવે છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *