Gujarat

વિદ્યાસહાયકની ભરતીની જગ્યમાં વધારો કરવા/નવી ભરતી લાવવા માટે આખા ગુજરાતના વિદ્યાસહાયક ઉમેદવારોએ પોતાના જિલ્લામાં ધાર્મિક સ્થળો પર ભેગા થય ભગવાનને આરાધના કરી

  ગિરગઢડા તા 29
  ભરત ગંગદેવ…
વિદ્યાસહાયકની ભરતીની જગ્યમાં વધારો કરવા/નવી ભરતી લાવવા માટે આખા ગુજરાતના વિદ્યાસહાયક ઉમેદવારોએ પોતાના જિલ્લામાં ધાર્મિક સ્થળો પર ભેગા થય ભગવાનને આરાધના કરી કે વહેલી તકે વિદ્યાસાહયકની સત્તાવાર જાહેરાત કરવામાં આવે. ગીર સોમનાથના ઉમેદવારોએ સોમનાથ દાદાના શરણોમાં નસમસ્તક થઈ દાદાને પ્રાર્થના કરી કે વહેલી તકે સરકાર તેમની માંગણી પૂર્ણ કરે
વિદ્યાસહાયક ઉમેદવારોનું આંદોલન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું અનેક વખત મૌખિક અને લેખિત રજુવાત માનનીય શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાહેબને કરવામાં આવી છે દરેક વખતે સાહેબ દ્રારા આશ્વાસન આપાવમાં આવે છે અમે ભરતી કરીશું પણ સાહેબ હાલ જૂન મહિનામાં ઘણા ઉમેદવારોની ઉંમર પુરી થવાના આરે છે તો અમારી આપ સાહેબને વિનંતી છે કે તે પહેલા જગ્યામાં વધારો કરવામાં આવે અથવા નવી ભરતીની જાહેરાત કરવામાં આવે જેથી ઉંમર પુરી થવાના આરે જે ઉમેદવારો છે તેને લાસ્ટ વાર ઉમેદવારી કરવાનો મોકો મળે
હાલ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 19000 કરતા પણ વધારે જગ્યાઓ ખાલી છે Rte ના નિયમ મુજબ 60%જગ્યા ભરવાની હોય છે અથવા ભરતી કેલેન્ડર મુજબ દરવર્ષે 3300 ભરતી કરવાની હોય તો છેલ્લા ચાર વર્ષથી ભરતી કરવામાં આવી નથી તો આપ સાહેબને વિનંતી છે કે નિયમ મુજબ 12500ની ભરતીની સત્તાવાર જાહેરાત વહેલી તકે કરવામાં આવે

IMG-20220528-WA0607.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *