ગિરગઢડા
ભરત ગંગદેવ..
રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર કારટે ચેમ્પિયન શીપ-2022 સ્પર્ધાનું ઓડીશા (ભૂનેશ્વર) ખાતે આયોજન થયેલ હતુ. જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 200 થી વધારે બાળકોએ ભાગ લીધેલ હતો. જેમાં વેરાવળ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી *લોહાણા સમાજની દિકરી હીર યજ્ઞેશભાઇ (લાલા જશરાજ) સીરોદરીયા* એ કરાટે સ્પર્ધામા રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી મેડલ મેળવી શહેર અને લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે.
આ સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ સમાજની દિકરી *હિર* નું લોહાણા સમાજના પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, બિપીનભાઈ અઢીયા, હાર્દીક કક્કડ, ભીખાભાઈ પટેલીયા, રવિ ખખ્ખર, ચંદ્રેશ અઢીયા, ભરત સૌમયા, અનિષ રાચ્છ, વિરેન ગણાત્રા, ભાવિક રાયઠ્ઠઠા, નાનુ મહેતા (ઓમ ફરસાણ), ભરત શીંગાળા સહિતના સમાજના મિત્રોએ ખેસ પહેરાવી ફુલહારથી સ્વાગત કરી કેક કાપી દિકરીનું મોઢું મીઠું કરાવ્યુ હતુ. ભવિષ્યમાં પણ દિકરી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી કરાટે સ્પર્ધામાં રમવા જઈ સફળ થાય તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ આપી હતી.


