પાટણ
પાટણ જિલ્લાની સમી ૧૦૮ સેવાને હારીજ તાલુકાના ખાખલ ગામનો કોલ મળતા ૧૦૮માં ફરજ બજાવતા ઈએમટી ધીરેન્દ્ર સોલંકી અને પાયલોટ અમરસંગ ઠાકર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત પ્રસવ પીડા ભોગવતી શિલ્પા નવીનભાઈ નામની મહિલાને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસવ પીડા ઉપડતાં ઈએમટી ધીરેન્દ્ર સોલંકીએ તેણીની નોમૅલ ડિલિવરી કરાવી પુત્રીને જન્મ અપાવી માતા અને પુત્રીને સીએસસી હારીજ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેથી સમી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી અને પાયલોટની માનવતાલક્ષી કામગીરીને પગલે પ્રસૃતા મહિલાના પરિવારજનોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈમરજન્સી આરોગ્યની સેવા ઉપલબ્ધ બનાવવા સરકાર દ્વારા કાયૅરત કરવામાં આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ખાસ કરીને જિલ્લાના છેવાડાના લોકો માટે ૧૦૮ની આરોગ્ય સેવા ખરેખર સરાહનીય બની હોવાનું છેવાડાના લોકો જણાવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સમી ખાતે કાયૅરત ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી અને પાયલોટે પ્રસવ પીડા ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા અને પુત્રીને નવજીવન બક્ષ્યું હતું.


