Gujarat

સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદીરે ભવ્ય સનાતન ધર્મ સંત સંમેલન યોજાયુ..

૪ જિલ્લામાંથી ૨૫૧ કરતા વધારે સંતો, મહંતો આ સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા…
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયું વિરાટ સનાતન ધર્મ સંત સંમેલન યોજાયુ. ભાવનગર, બોટાદ આદિ ૪ જિલ્લાઓ માંથી  કુલ ૨૫૧ થી વધારે સંતો, મહંતો અને સૂત્રધારો આ સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા.પરમ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર સંત સમાજનું ગૌરવ હતા, તેઓએ મંદિર બનાવી માનવનું સર્જન કર્યું છે” – પૂ. ભરત બાપુ (મહંત, લોમેવ ધામ, ધજાળા).
• “પ્રમુખસ્વામી મહારાજ એટલે 24 કલાક વિશ્વના કલ્યાણ માટે જાગતા મહાપુરુષ. તેમના શતાબ્દી મહોત્સવથી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મના વિજયનું મંગલાચરણ થશે.” પૂજ્યપાદ આત્માનંદ સરસ્વતીજી ( ભજનાનંદ આશ્રમ, બોટાદ)
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રેરક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. એ અંતર્ગત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સમર્પિત કરવા માટે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના દિવસે સાંજે  BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુર ખાતે સનાતન ધર્મ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંત સંમેલનમા પૂ. ભરત બાપુ (મહંત, લોમેવ ધામ, ધજાળા), પ.પૂ. મહંતશ્રી આત્માનંદ સરસ્વતી મહારાજ( ભજનાનંદ આશ્રમ, બોટાદ),  પૂજ્યપાદ મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત પતિતપાવન દાસજી મહારાજ ( મોટા રામજી મંદિર, નાગનેશ), પૂજ્યપાદ સેક્રેટરી ગુણાશ્રયાનંદ મહારાજ (રામકૃષ્ણ મિશન, સાયલા), પૂજ્યપાદ  મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી આશુતોષગિરિ ગોસ્વામી ( ભીમનાથ મહાદેવ), પૂજ્યપાદ મહામંડલેશ્વર ૧૦૦૮ મહાવીર દાસજી મહારાજ (રામમહેલ મંદિર, ધ્રાંગધ્રા), પૂજ્યપાદ મહંત ક્રુષ્ણવંદન સ્વામી (અક્કલ સાહેબની જગ્યા, થાનગઢ), પૂજ્યપાદ મહંત રામ બાપુ (નગા લાખા ઠાકરની જગ્યા, બાવલિયાળી ) પુજ્યપાદ વિક્રમ ગિરિજી મહારાજ (મહંત ઘેલાસોમનાથ) આદિ સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
‘બીજાનાં ભલામાં આપણું ભલું છે.’ પોતાના એ જીવનસુત્રને જીવનભર જીવનાર પ્રમુખસ્વામી મહારાજ ઉંચ-નીચ, ગરીબ-ધનવાન, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ જેવા કોઈ પણ ભેદભાવ વિના સર્વના ભલા માટે જીવનભર સેવારત રહ્યા હતા. તેમણે સનાતન ધર્મની પરંપરામાં દેશ-વિદેશમાં ૧૨૦૦થી વધુ મંદિરો તેમજ ૧૦૦૦ થી અધિક સંતોની સમાજને ભેટ આપીને ભારતીય સંસ્કૃતિની વિજયપતાકા વિશ્વભરમાં ફરકાવી છે. અનેક સેવાકાર્યો દ્વારા વિશ્વવંદનીય બનેલા પ્રમુખસ્વામી મહારાજ દરેક ધર્માચાર્યોના સુહૃદ હતા. પ્રત્યેક ધર્માચાર્ય સંત સ્વામીજી માટે આદરણીય હતા. પ્રત્યેક ધર્મસ્થાન પ્રમુખસ્વામી મહારાજ માટે આસ્થાનાં તીર્થ હતા.
ઉપસ્થિત સર્વે સંતો – મહંતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમના શુભારંભ બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી પૂ. આદર્શજીવન સ્વામીએ  સ્વાગત પ્રવચન દ્વારા તમામ સંતોને આવકાર્યા હતા. મંચસ્થ સંતો-મહંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પ્રસંગો તેમજ ગુણોની સ્મૃતિ કરીને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે હિંદુ ધર્મમાં અલગ અલગ મત છે પણ દરેક એકબીજાનો આદર કરે છે. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં મંદિરો બનાવી હિંદુ ધર્મનું સંવર્ધન કર્યું છે. બાપા દરેકને પ્રેમ અને આદર આપતા. અમે સૌ તેમના ઋણી છીએ અને તેમના ચરણોમાં વંદન કરીએ છીએ.સંમેલનના અંતે BAPS સ્વામિનારાયણ મંદિર, સારંગપુરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીજીએ કાર્યક્રમનું સમાપન તથા ઉપસ્થિત સૌ સંતો મહંતોની અભરવિધિ કરી હતી. અંતમાં ગઢડા મંદિરના કોઠારી સંત આધ્યાત્મસ્વરૂપ સ્વામીજી આદિ સંતોએ આમંત્રિત સહુ મહાત્માઓનું શાલ ઓઢાડી અભિવાદન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. સૌ સંતો મહંતોએ સમુહમાં ઠાકોરજીની આરતી ઉતારી અને પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ અને તેમના દ્વારા થયેલા કર્યો અને સ્મૃતિ સાથે પ્રસાદ લઇ વિદાય થયા હતા…
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

IMG-20220828-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *