સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા માનવમંદિરના સંત પૂ.ભક્તિબાપુના શિષ્ય સાધ્વી કૃષ્ણાદાસજી માતાજીની તબિયત લથડતાં લાઈફ કેર હોસ્પીટલ દાખલ કરેલ ડોકટરે તપાસ કરી બ્લડ ચડાવવુ પડશે તેમ જણાવેલ. જેથી અમરેલી પીન્ટુભાઈની મદદથી સિવિલ હોસ્પિટલમાં ત્રણ બોટલ બ્લડ ચડાવવામાં આવેલ. સ્ટાફ, જયેશભાઈ, રાજુભાઈ, અને ડોકટરનો આ તકે ખૂબ સારો સહકાર મળેલ જે બદલ પૂ. ભક્તિરામ બાપુએ સિવિલ હોસ્પિટલ તથા લાઈફ કેર હોસ્પીટલના તમામનો હાર્દિક આભાર માન્યો હતો..આમ હવે તબીબી ક્ષેત્રે પણ આવી ઝડપી અને સચોટ સારવાર મળતાં લોકો માટે પણ આ આરોગ્યધામો આશિર્વાદ રૂપ સાબિત થતાં જોવા મળે છે.


