સુરત
સુરતના કતારગામમાં ૨૧ દિવસ પહેલાં વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની પર બાળકોની સામે ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારના ૨૧ દિવસ બાદ મહિલાનું મોત નીપજતાં પતિ પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ૧૬ વર્ષના લગ્નજીવનમાં ૭ વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બેવાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીએ જણાવ્યું હતું. પતિ કર્ણાટકનો રહેવાસી અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો.બાદમાં બિહાર પોલીસે ઝડપી લેતા હાલ બિહારની જેલમાં છે. જ્યાંથી તેને લાવવામાં આવશે. આરોપીને બિહાર પોલીસે ઝડપી પાડી જેલમાં મોકલી આપ્યો હતો. આપણે ટ્રાન્સફર વોરંટથી કબ્જાે લેવાના તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યના આરોપી એટલે કે, જેલમાં હોય એવા આરોપીઓનો કબજાે મેળવવા જેલ આઈજીની પરવાનગી લેવી પડતી હોય છે. લગભગ ધુળેટી બાદ આરોપીનો કબ્જાે લઈ સુરત લાવીશું અને આગળની કાર્યવાહી કરીશું. ટીનાએ ૧૬ વર્ષ પહેલાં અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જાેકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમીલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશનાં બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી. આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો ર્નિણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી. લગભગ ૭ વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણપોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલાં છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જાેકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ ર્નિણય આવ્યો નથી.
