સુરત
સુરતના કીમ-કઠોદરા રોડ પર આવેલી સોસાયટીમાંથી બે લબરમૂછીયા યુવકો યામાહાની સ્પોર્ટ્સ બાઇકનું લોક તોડી ધક્કો મારીને ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે. અરવિંદ નગરના એક બંગલાના પાર્કિંગમાંમાંથી બાઇક ચોરી જનાર બન્ને ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાઈકના માલિક ૨૩ વર્ષીય સોયેબ પઠાણએ જણાવ્યું હતું કે, ૨૦૧૮નું મોડલ હતું. લગભગ ૧.૫ લાખની બાઇક હતી. ઘરના આંગણે પણ વાહનો સુરક્ષિત નથી, તો વ્યક્તિઓ ક્યાંથી હોય. તેઓ ગામમાં જ ઇટ ના ભઠ્ઠા ધરાવે છે. પિતાના કોરોનામાં મૃત્યુ બાદ ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી કામ કરી રહ્યા છે. સ્પોર્ટ્સ બાઇક એક શોખ હતો. એટલે ૨૦૧૮માં ૧.૫ લાખમાં ખરીદી હતી. જાેકે એવરેજ ઓછી હોવાના કારણે ક્યારેક જ બાઇક ઉપર ફરવા નીકળતા હતા. બાઇક ચોરીની ઘટના બુધવારની મધરાતની છે. બે લબરમૂછીયા બંગલાના પાર્કિંગનો ગેટ ખોલી બાઈકનું લોક તોડી બાઇક બહાર કાઢે છે. ત્યારબાદ ધક્કો મારી ચોરી જતા સીસીટીવીમાં કેદ થયાં છે. હાલ કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલી રહી છે.