Gujarat

સુરેન્દ્રનગરમાં જુગાર રમતી ૩ મહિલા સહિત ૭ની ધરપકડ

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકના પેટ્રોલિંગ દરમિયાન ફીરદોષ સોસાયટીમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ સહિતના જુગારીઓ ઝડપાયા છે. સુરેન્દ્રનગર શહેરમાં અત્યાર સુધી યુવાનો જુગાર રમતા જાેવા મળતા હતા. પરંતુ હવે તો મહિલાઓ પણ જુગાર રમવા લાગી છે.સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી. જેથી શહેરના દાળમીલ રોડ પર આવેલી ફિરદોષ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમતી મહિલાઓ અને પુરૂષો ઝડપાયા હતા. પોલીસે ત્રણ મહિલા સહિત સાતને ઝડપી રોકડા ૨૭૫૦, મોબાઇલ-૫, રૂ.૭૦૦૦ એમ કુલ રૂ.૯૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડામાં પોલીસ દ્વારા નામ પૂછતા વઢવાણ ખારવાની પોળના યુવરાજસિંહ ખુમાનસિંહ વાળા, ફિરદોષ સોસાયટીના આરીફ મહમદભાઇ જુનાણી, ફીરદોષ સોસાયટીના અકબર ઇસ્માઇલભાઇ બ્લોચ, વેલનાથ સોસાયટીના સવજી બાબુભાઇ નાયકપરા, વઢવાણ ખારવાની પોળના બેનાબેન યુવરાજસિંહ વાળા, ફિરદોષ સોસાયટીના ગૌરી ભીલ, ફીરદોષ સોસાયટીના મુન્ની નરેન્દ્રભાઇ પરમાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી રોકડા ૨૭૫૦, મોબાઇલ-૫, રૂ.૭૦૦૦ એમ કુલ રૂ.૯૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેની સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પોલીસ મથકે જુગારધારા અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ મહિલા હેડ કોન્સટેબલ જાગૃતિ સોલંકી ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *