Gujarat

સ્ટેડિયમમાં પ્રેક્ષકોને એન્ટ્રી ન હોવા છતાં ફેન્સ સ્ટેડિયમની બહાર પહોંચ્યા વિરાટ કોહલીએ માથું હલાવી ફેન્સનો આભાર માન્યો

 

અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાનારી મેચના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમના ગેટથી તમામ લોકોને દૂર રાખવામાં આવી રહ્યાં છે. રોડ પર ફૂટપાથ પર ઉભા રહી અને લોકો ટીમની રાહ જાેતા જાેવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ આવતા લોકોએ હાથ હલાવી અને તેઓને આવકાર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચતા જ ફેન્સ ક્રિકેટરોની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા. સ્ટેડિયમની બહાર તિરંગા સાથે ફેન્સ ટીમને ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા હતા. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ૩ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમની આ ૧૦૦૦મી મેચ હશે. વિશ્વમાં પ્રથમ વખત કોઈ ટીમ ૧૦૦૦ વનડે રમવાનો માઈલસ્ટોન હાંસલ કરશે. ટીમ ઈન્ડિયા માટે ૧૦૦મી વનડે ઘણી ખાસ બની રહી છે. ભારતે તેની પ્રથમ વનડે ૧૯૭૪માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ૪૮-વર્ષના ર્ંડ્ઢૈં ઈતિહાસમાં મેન ઇન બ્લુએ બે વર્લ્‌ડ કપ (૧૯૮૩, ૨૦૧૧) જીત્યા છે. ટીમે ૨૦૦૦ અને ૨૦૧૩માં ૈંઝ્રઝ્ર ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. વિરાટ કોહલીને કેપ્ટનપદેથી હટાવ્યા બાદ ફુલ ટાઈમ વનડે કેપ્ટન તરીકે રોહિત શર્માની આ પ્રથમ સિરીઝ હશે. તેમજ વિરાટ પ્રથમ વખત રોહિતની કેપ્ટનશીપમાં રમતો જાેવા મળશે. રોહિત વિરાટનો છઠ્ઠો વનડે કેપ્ટન હશે. આ પહેલા વિરાટ ( ધોની, વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર અને કેએલ રાહુલ)ની કેપ્ટનશીપમાં રમી ચૂક્યો છે.અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી વન ડે મેચ યોજાવવાની છે. કોરોનાના કારણે પ્રેક્ષકો વગર આ મેચ રમાવવાની છે. તેમ છતાં આજે સવારથી જ સ્ટેડિયમની બહાર પ્રેક્ષકોમાં ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. લોકો સ્ટેડિયમની બહાર ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા. લોકો ખેલાડીઓને જાેવા માટે રાહ જાેઈ રહ્યાં હતા. ભારતીય અને વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ આવતાં લોકો મોબાઈલમાં વીડિયો ઉતારવા લાગ્યા હતા. વિરાટ કોહલીને જાેઈ ક્રિકેટ રસિયાઓએ ચીઅર અપ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *