અમદાવાદ
નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી ધીમીગતિએ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ રેલવેલાઇન પર બ્રિજની કામગીરી હજી સુધી પુરી થઈ નથી. સ્થાનિક લોકોની માગ છે કે નરોડા રેલવેબ્રિજની કામગીરી ઝડપથી શરૂ કરવામા આવે જેનાથી ત્રણ કિલોમીટર ફરીને જવાની અને લોકોને પાટા કૂદીને જવા પડે છે એમાંથી મુકિત મળે. આ બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે છે. આગામી મહિનામાં રેલવે લાઇનની ઉપરના સ્લેબની કામગીરી બાકી છે તે પૂર્ણ થઇ જશે અને ઝડપથી આ બ્રિજ શરૂ કરવામાં આવે એવી અમે માગણી કરી રહ્યા છીએ. નરોડા રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હતી. પરંતુ હવે ચૂંટણી આવી રહી છે એટલે તેમને વોટ લેવાના હોવાથી આ કામગીરી ઝડપથી શરૂ કરાવવામાં આવી છે. અમારી માંગ છે કે એક મહિનાની અંદર જ આ બ્રિજને શરૂ કરી દેવામાં આવે. હવે માત્ર થોડું કામ બાકી છે જેથી આ બ્રિજની કામગીરી પૂર્ણ કરીને શરુ કરી દેવામાં આવે. જેનાથી લોકોને છ કિલોમીટર ફરીને નોબલ નગર તરફ જવું પડે છે તે હાલાકીમાંથી મુક્તિ મળે. છેલ્લા ત્રણ વર્ષથી આ બ્રિજ બનાવવાની કામગીરી પૂરી થઈ છે અને અમારી માંગ છે કે આ બ્રિજ બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય. જેનાથી છ કિલોમીટર ફરીને નોબલ નગરમાં જવું પડે છે તે સમસ્યા દૂર થાય. વાહન ઉપર કેટલાક જ લોકો જઈ શકે છે. પરંતુ વૃદ્ધ અને બાળકો કઈ રીતે ગેલેક્સી અન્ડરબ્રિજ જેમાં ખૂબ જ ટ્રાફિક થતો હોય છે ત્યાંથી કઈ રીતે જઈ શકે. જેથી અમારી માગ છે કે ઝડપી આ બ્રિજની કામગીરી પૂર્ણ થાય.
