ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં શાસનના આઠ વર્ષ પૂરા કર્યા છે. ત્યારે ન્યૂઝ ૧૮એ ગુજરાતમાં તેમના નાના ભાઈ સાથે વાતચીત કરી હતી. પ્રહલાદ મોદી ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ છે અને તેઓ તાજેતરમાં સુધી રાશન સ્ટોર ચલાવતા હતા. તેમણે ન્યૂઝ૧૮ સાથે પીએમ મોદીના નાનપણ અને યુવાનીના દિવસોની અમુક યાદો શેર કરી હતી. એક પરીવાર તરીકે હું ખુબ આનંદ અનુભવુ છું. ૧૯૭૦માં તેઓએ સર્વસ્વ છોડી દીધું અને દૂર ચાલ્યા ગયા. હવે તે દેશના પુત્ર છે. તે દરેક દેશવાસીના રક્ષક છે. તેઓ એક ગરીબ પરીવારમાંથી આવે છે અને હવે તમે જાેઇ શકો છો તે શું કરી રહ્યા છે. તેઓ આજે દરેક ભારતીયને ગર્વ અપાવી રહ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે આપણા દેશના વડાપ્રધાનની અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા આ રીતે પ્રશંસા કરવામાં આવી હોય. મોદીજીએ માત્ર આપણને જ નહીં પરંતુ ભારતને ગૌરવ અપાવ્યું છે. તે દરેક ભારતીય સાથે ઉભા રહ્યા છે. ‘સબકા વિકાસ’ તે જ ઇચ્છતા હતા અને તેના માટે તે સતત કામ કરી રહ્યા છે. તેમના કારણે આજે દરેક વ્યક્તિ ગૌરન્વિત ભારતીય છે. તે નાનપણથી જ મહેનતું હતા. તે અભ્યાસમાં સારા હતા. તેમણે ક્યારેય કોઈને પરેશાન કર્યા નથી. તે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરનાર અને અલગ વ્યક્તિત્વ ધરાવતા હતા. તે જે કંઈ કરતા હતા તેમાં તે અમને અનુસરતા હતા. હું તેમની સરકારને ૧૦માંથી ૧૦થી વધુ સ્કોર આપીશ. કારણ કે તેમની સરકારે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેણે શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે કોરોનાની સ્થિતિને હેન્ડલ કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઈમેજને એક નવી ઊંચાઈએ પહોંચાડી છે. હવે ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનું એક છે. હું તેમને ખૂબ શુભકામનાઓ પાઠવવા માગું છું. અમે ઇચ્છિએ છીએ કે તે હંમેશા સ્વસ્થ અને ફીટ રહે. તે ભારતના પુત્ર છે અને ભારતના રક્ષક છે. લોકો તેમને હજું પણ વધુ સમય માટે આ હોદ્દા પર ઇચ્છે છે. તેણે હજુ પણ ૧૫ વર્ષ દેશમાં સરકાર ચલાવવી જાેઇએ. ભારત તેમનો પરીવાર છે અને તેને તેમની જરૂર છે.


