Jammu and Kashmir

કાશ્મીરમાં આતંકની કરોડરજ્જુ પર પ્રહાર, રૂ.૨૦૦ કરોડની સંપત્તિ જપ્ત

શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનોની કરોડરજ્જુ ભાંગી નાખવા માટે રાજ્યની તપાસ એજન્સી(એસઆઈએ)એ મોટી કાર્યવાહી કરી. પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી જ ખીણમાં ભાગલાવાદીઓની આર્થિક મદદ કરે છે. એસઆઈએ દ્વારા જમાત-એ-ઈસ્લામીની ૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લેવાઇ હતી. એસઆઈએના પ્રવક્તાએ કહ્યું કે આ કાર્યવાહી ગાંદરબલ, બાંદીપોરા, કુપવાડા અને બારામુલ્લા જિલ્લામાં કરાઈ હતી. અત્યાર સુધી ૨૦૦ કરોડ રૂ.ની સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે એસઆઇએના અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ આશરે ૧૮૮ સંપત્તિઓની યાદી બનાવી છે. તેની બજારકિંમત ૧૦૦૦ કરોડની આજુબાજુ છે. નિષ્ણાતો કહે છે કે તમામ સંપત્તિઓ સીલ કરી દેવાશે અને બેન્ક ખાતાંને વેરિફાઈ કરાયા બાદ ફ્રીઝ કરી લેવાશે. કાશ્મીરમાં અત્યંત ઝડપી કાર્યવાહી થઈ રહી છે. આ નક્કીરૂપે ખીણમાં ભાગલાવાદ માટે સૌથી મોટો આંચકો છે. જમાતે ગત ૩૦ વર્ષમાં ખીણમાં તેનું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે. તેમાં જમીન, શોપિંગ મોલ અને સ્કૂલ સહિત મોટી સંખ્યામાં સ્થાઈ સંપત્તિઓ સામેલ છે.કાશ્મીરના ડોડામાં અધિકારીઓએ લશ્કર-એ-તોઈબાના ફરાર કમાન્ડર અબ્દુલ રાશિદ ઉર્ફે જહાંગીરની સંપત્તિ જપ્ત કરી લીધી. અબ્દુલ હાલ સરહદ પારથી કામ કરી રહ્યો છે અને આતંકવાદને ફરી પગભર કરવાના પ્રયાસ કરી રહ્યો છે. તેની ડોડા જિલ્લાના થાથરીના ખાનપુરા ગામમાં ચાર કનાલથી વધુ જમીન છે જેના પર મેજિસ્ટ્રેટના નિર્દેશ પછી કાર્યવાહી કરાઈ હતી. પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ અબ્દુલ કય્યૂમે કહ્યું કે એ બધા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે જે પાક.થી ઓપરેટ કરી રહ્યા છે. તે સોશિયલ મીડિયા દ્વારા યુવાઓને ભડકાવવા પ્રયાસ કરી રહ્યા છે. સરકાર દ્વારા પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી માત્ર કાશ્મીરમાં જ ૩૦૦થી વધુ સ્કૂલો ચલાવતી હતી. હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સુરક્ષા અધિકારીઓને આશંકા હતી કે અહીં ભણતાં વિદ્યાર્થીઓને આતંકવાદ કે ભાગલાવાદ તરફ ધકેલાઈ શકે છે.ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ચકલુ ગામમાંથી પોલીસ અને સૈન્યના સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તોઈબાના આતંકી મોહમ્મદ ઈશાક લોનની ધરપકડ કરાઇ હતી. તેના પર આતંકવાદીઓની મદદ કરવાનો આરોપ હતો. તેની પાસેથી એક આઈઈડી,એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગઝિન, ૧૮ પિસ્તોલ રાઉન્ડ અને ૮ મીટર લાંબો વીજળીનો વાયર મળી આવ્યો હતો. બારામુલ્લા પોલીસે યુએપીએ, વિસ્ફોટક પદાર્થ એક્ટ અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *