જમ્મુકાશ્મીર
જમ્મુ કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યાં મુજબ આજે સવારે જાેજિલા પાસ પાસે થયેલા આ અકસ્માતમાં ૭ થી ૮ લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. હાલ સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. અકસ્માત શ્રીનગર-લદાખ હાઈવે પર થયો છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલી ગાડી કારગિલથી સોનમર્ગ જઈ રહી હતી. આ દરમિયાન લપસીને ૪૦૦ મીટર ઊંડી ખાઈમાં જઈ ખાબકી. પોલીસના જણાવ્યાં મુજબ દુર્ઘટના ઘટી ત્યારે ગાડીમાં કેટલા લોકો સવાર હતા તેની હજુ વિગતો મળી શકી નથી. સૂચના મળતા સ્થાનિક લોકો, પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. જમ્મુ કાશ્મીરમાં જાેજિલા પાસ પાસે મોટો અકસ્માત થયો છે. એક ગાડી સ્લિપ થઈને ખાઈમાં ખાબકી છે. આ અકસ્માતમાં ૭ લોકોના માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. એવી પણ માહિતી મળી રહી છે અકસ્માતનો ભોગ બનેલામાં એક વ્યક્તિ સુરતનો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દુર્ઘટનાનો ભોગ બનેલા સુરતના પ્રવાસીના પરિવારને મળવા પણ જવાના છે.