Jammu and Kashmir

મનોજ સિન્હાએ આપ્યો પાકિસ્તાનને કડક સંદેશ, કહી આ મોટી વાત

જમ્મુકાશ્મીર
જમ્મુમાં આયોજિત એક કાર્યક્રમમાં મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં સારો અને ખરાબ આતંકવાદ હોય જ ન શકે અને સમય આવી ગયો છે કે, તે દેશોને અલગ કરવામાં આવે, જે આતંકવાદનો ઉપયોગ રાજ્યની નીતિ તરીકે કરી રહ્યા છે. આતંકવાદ માનવજાતનો સૌથી મોટો દુશ્મન છે અને તેને ખતમ કરવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, મનોજ સિન્હા જમ્મુમાં આયોજિત ડોગરા સદર સભા દ્વારા આયોજિત સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ કોન્ફરન્સની અધ્યક્ષતા કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કરી હતી. મનોજ સિન્હાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સમયે આપણી પાસે સમાજમાં વિવિધ સમસ્યાઓ અને પડકારો છે અને તેનો ઉકેલ પ્રેમ અને ભાઈચારામાં જ રહેલો છે. એક વિશ્વ, એક હૃદય, એક માનવતા નો વિચાર આજ અને આવતીકાલના પડકારોનો સામનો કરી શકે છે, જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ માટે પહેલા શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *