યુએઈ
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, નહેરુ ટ્રોફી બોટ રેસ કેરળમાં સૌથી વધુ લોકપ્રિય સ્નેક બોટ રેસમાંની એક છે. આ બોટ રેસમાં ૧૦૦ ફૂટથી વધુ લાંબી બોટ ભાગ લે છે અને તેઓ લોકગીતોના સૂરો પર પાણીમાં એકબીજાને પાછળ છોડવાની સ્પર્ધા કરે છે. ૧૯૫૨માં નહેરુની કેરળની મુલાકાત બાદ આ બોટ રેસનું નામ નહેરુ બોટ રેસ રાખવામાં આવ્યું હતું. તે મોટા સાપના આકારની બોટ જાેઇને એટલા મોહિત થઈ ગયા હતા કે તેમને પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના બોટ પર છલાંગ લગાવી હતી. બાદમાં, નહેરુએ આયોજકોને ભેટ તરીકે સ્નેક બોટના આકારવાળી ચાંદીની ટ્રોફી આપી હતી. અહીંથી બોટ રેસનું નામ નહેરુ ટ્રોફી બોટ રેસ પડી ગયું.કેરળની પ્રખ્યાત નહેરુ ટ્રોફી બોટ રેસની ખ્યાતિ હવે સંયુક્ત આરબ અમીરાત સુધી પહોંચી ગઈ છે. ભારતના કેરળમાં પરંપરાગત રીતે યોજાતી આ બોટ રેસ પ્રથમ વખત ેંછઈમાં યોજાશે. નહેરુ બોટ રેસ યુએઈના રાસ અલ ખૈમાહ શહેરમાં ૨૭ માર્ચે યોજાશે. આયોજકોએ કહ્યું કે તેઓ ેંછઈ અને કેરળ વચ્ચેના સંબંધોને વધારવા માટે આ ટ્રોફીનું આયોજન ેંછઈમાં કરી રહ્યા છે. રાસ અલ ખૈમાહના ઇન્ટરનેશનલ મરીન સ્પોર્ટ્સ ક્લબ અને ધ બ્રુ મીડિયા હ્લઢઝ્ર ન્ન્ઝ્ર દ્વારા માર્જન આઇલેન્ડમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગયા અઠવાડિયે તેમની દુબઈની મુલાકાત દરમિયાન ેંછઈ નહેરુ ટ્રોફી ૨૦૨૨ના બ્રોશરનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું કે કેરળની વિરાસતને આંતરરાષ્ટ્રીય દર્શકો સાથે શેર થતી જાેઈને તેઓ ખુશ છે. ઇન્ટરનેશનલ મરીન સ્પોર્ટ્સ ક્લબના મેનેજિંગ ડિરેક્ટર મેજર આરિફ અલ હરંકીએ જણાવ્યું હતું કે, ‘સહિષ્ણુતા અને સહઅસ્તિત્વના અમારા મિશનના ભાગરૂપે, આ ટ્રોફી વિવિધ દેશો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપવા તેમજ તેમના સાંસ્કૃતિક વારસાને સ્વીકારવાનો અમારો પ્રયાસ છે.’ ડબરુ મીડિયાના સીઈઓ અને રેસના આયોજક મોહમ્મદ અમીને જણાવ્યું હતું કે આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય કેરળની વાઈબ્રન્ટ સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.