કેરળ
કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશનને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, કપિલ શર્માએ ફિલ્મમાં કોઈ મોટા સ્ટારની ગેરહાજરીને કારણે તેના શોમાં ફિલ્મનું પ્રમોશન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠવા લાગી હતી.ત્યારે હાલ કપિલ શર્માની મુશકેલી વધતી જાેવા મળી રહી છે. બાદમાં કપિલ શર્માએ અનુપમ ખેરના ઈન્ટરવ્યુની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેની સાથે તેણે અનુપમ ખેરનો આભાર માન્યો. કપિલે કેપ્શનમાં લખ્યુ હતુ કે ‘અનુપમ ખેર પાજી, આ ખોટા આરોપોનો પર્દાફાશ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને એ બધા મિત્રોનો પણ આભાર કે જેમણે મને સત્ય જાણ્યા વિના આટલો પ્રેમ આપ્યો. ખુશ રહો, હસતા રહો.’ કપિલ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો અને કેપ્શન જાેઈને અનુપમ ખેરે પણ હવે પ્રતિક્રિયા આપી છે. અનુપમ ખેરની પ્રતિક્રિયા બાદ હવે વિવાદમાં નવો વળાંક આવ્યો છે. આ વીડિયો બાદ ચાહકોએ કપિલ શર્માને ક્લીનચીટ આપી દીધી છે, ત્યારે હવે જ્યારે અનુપમ ખેરે પોતે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, ત્યારે આ મામલામાં ફરી એક નવો વળાંક આવ્યો છે. કપિલ શર્માના ટ્વીટને રીટ્વીટ કરતી વખતે અનુપમ ખેરે આ અંગે વાત કરી છે. અનુપમ ખેરે પોતાના ટિ્વટમાં લખ્યું ‘ડિયર કપિલ શર્મા. મને આશા હતી કે તમે સંપૂર્ણ વીડિયો પોસ્ટ કર્યો હોત. અર્ધ સત્ય નહીંપ.. આખી દુનિયા ઉજવણી કરી રહી છે, તમે પણ આજની રાત ઉજવો. હંમેશા પ્રેમ અને પ્રાર્થના.
