Kerala

ભારતમાં સૌથી વધુ વરસાદવાળુ રાજ્ય કેરળ બની ગયું

કેરલ,
છેલ્લા ૨૪ કલાકમાં કેરળના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત, કેરળ વર્તમાનમાં ભારતના એકમાત્ર રાજ્યોમાંથી એક છે જ્યાં કર્ણાટકના અમુક ભાગો સાથે-સાથે પ્રી-મોનસુન વરસાદની ગતિવિધિઓ જાેવા મળી રહી છે. ભારત હવામાન વિભાગ(આઈએમડી)ના પૂર્વાનુમાન બાદ શુક્રવાર(૦૮ એપ્રિલ)ના રોજ કેરળના સાત જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે કે રાજ્યના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ અને ઈડુક્કી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ જિલ્લાઓમાં આવનારા અમુક દિવસોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાનમથિટ્ટા, કોટ્ટાયમ અને ઈડુક્કી માટે શનિવારે યલો એલર્ટ જાહેર કર્યુ છે કારણકે આ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન આઈએમડીએ આ ચેતવણી પાછી લઈ લીધી છે કે બંગાળની ખાડી ઉપર ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર તેજ થઈને ડિપ્રેશનમાં બદલાઈ શકે છે. ૦૧ એપ્રિલથી ગુરુવાર સુધી રાજ્યમાં ૪૮ ટકા વરસાદ થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ થયો. પઠાનમથિટ્ટામાં અત્યાર સુધી ૨૦ સેમી વરસાદ થયો છે જે સામાન્યથી ૯૯ ટકાથી વધુ છે. પઠાનમથિટ્ટામાં પણ ગુરુવારે સૌથી વધુ વરસાદ થયો. પઠાનમથિટ્ટાના અયિરુર પાસે કુરુદામનિલમાં સૌથી વધુ ૯૦ મિમી(૯ સેમી) વરસાદ નોંધવામાં આવ્યો હતો. એર્નાકુલમ દક્ષિણમાં ૮ સેમી વરસાદ નોંધવામાં આવ્યો જ્યારે કોટ્ટાયમ અને મુન્નારમાં દરેક જગ્યાએ ૬ સેમી વરસાદ થયો. કાસરગોડ અને તિરુવનંતપુરમ જિલ્લાઓને છોડીને રાજ્યના મોટાભાગના ક્ષેત્રોમાં વરસાદ થયો.કેરળમાં પ્રી-મોનસુનની ગતિવિધિઓ પહેલા જ જાેવા મળી રહી છે. માર્ચ મહિના દરમિયાન કેરળમાં ૪૫ ટકા વરસાદ જાેવા મળ્યો હતો. ૦૧ માર્ચથી ૦૬ એપ્રિલ સુધી રાજ્યમાં ૩૨ ટકા વરસાદ થયો હતો. કેરળ વર્તમાનમાં ભારતમાં સૌથી વધુ વરસાદવાળુ રાજ્ય બની ગયુ છે. કેરળ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થઈ રહ્યો છે. કેરળમાં આવનારા દિવસોમાં પણ વરસાદ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *