Madhya Pradesh

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો પહેલાની જેમ કિસાનોના દેવા માફ સાફ થશે ઃ પૂર્વ મુખ્યમંત્રી

ભોપાલ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વચન આપ્યું છે કે પાર્ટી જાે રાજયમાં આગામી વર્ષ યોજાનારી વિધાનસભા ચુંટણીઓમાં જીત હાંસલ કરી સત્તામાં આવશે તો તે કૃષિ દેવા માફી યોજનાને ફરીથી શરૂ કરશે.જેને તેણે ૨૦૧૮માં સરકાર રચના બાદ લાગુ કરવામાં આવી હતી.પાર્ટીના મધ્યપ્રદેશ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ જાહેરાત કરી છે કે જાે તેમની પાર્ટીની સરકાર બનશે તો રાજયના દરેક કિસાનોના કૃષિ દેવા માફની યોજના લાગુ કરવામાં આવશે.તેમણે કહ્યું કે ગત વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના સત્તામાં આવવા પર રાજયમાં કૃષિ યોજના માફી યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું તે વચન પાર્ટીએ પુરૂ પણ કર્યું છે કારણ કે કમલનાથે ડિસેમ્બર ૨૦૧૮માં મુખ્યમંત્રીના રૂપમાં સોગંદ લીધા બાદ બે લાખ રૂપિયા સુધીના લોન માફ કરવાની ફાઇલ પર હસી કરી હતી.માનવામાં આવે છે કે પાર્ટીના જીતના મુખ્ય કારણોમાં કૃષિ લોન માફીનું વચન પણ સામેલ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના સોગંદ લીધા હતાં તે દિવસ જારી લોન માફી યોજનાના આદેશને સંયુકત કરતા કમલનાથે તેને ટ્‌વીટ કર્યું હતું.આ દિવસે ૧૭ ડિસેમ્બરે રાજયના કિસાનોની કર્જમાફીનો આદેશ જારી કરવામાં આવ્યું હતું જાે હાલ લોકતાંત્રિક રીતે ચુંટાયેલી કોંગ્રેસ સરકાર હોત તો અત્યાર સુધી રાજયના એક એક કિસાનના દેવા માફ થઇ ગયા હતાં.કમલનાથે આશ્વાસન આપ્યું હતું કે રાજયમાં કોંગ્રેસની વાપસી થવા પર કિસાનોના દેવા માફ કરવામાં આવશે.તેમણે એક અન્ય ટ્‌વીટમાં કહ્યું કે ચિંતાની કોઇ વાત નથી આગામી વર્ષ કોંગ્રેસની સરકાર બનતા જ આ આદેશ બીજીવાર લાગુ થશે અને એક એક કિસાન ભાઇઓના દેવા માફ કરવામાં આવશે. કમલનાથના ટ્‌વીટ પર પ્રતિક્રિયા આપતા મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ જાહેરાતને છેંતરપીડી ગણાવી છે.મિશ્રા મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારના પ્રવકતા પણ છે. તેમણે કહ્યું કે એક પણ કિસાનનો બે લાખ રૂપિયા સુધીના કૃષિ લોન માફીનો લાભ મળ્યો નથી જેમ કે (કમલનાથ દ્વારા પોસ્ટ) આદેશમાં કહેવામાં આવ્યું છે. આ ટ્‌વીટ કિસાનોની ઇજા પર મીઠુ ભભરાવવા જેવું છે જે આ વચનના કારણે ડિફોલ્ટર થઇ ગયા છે.

File-01-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *