મુંબઈ
એસ. એસ. રાજામૌલી અને કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખાયેલ, આ તેલુગુ ભાષાની ફિલ્મમાં સુપ્રસિદ્ધ કલાકારો રામ ચરણ તેજા અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે, જેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર જઈને ફિલ્મ માટે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. તેણીએ ઇઇઇ ફિલ્મના વિશ્વવ્યાપી ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનને શેર કર્યું હતું અને કહ્યું કે તેણી આ ફિલ્મ જાેવા માટે ખુબ જ આતુર છે. કંગના રનૌત ઈન્સ્ટાગ્રામ જેમાં કંગનાએ કેપ્શનમાં લખ્યું કે, “મારા સૌથી મનપસંદ લેખક દિગ્દર્શક જેમને જાેવા માટે હું રાહ નથી જાેઈ શકતી” અમે તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વિશ્વભરમાં તેની રિલીઝના પ્રથમ દિવસે રૂ. ૨૨૩ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કલેક્ટ કર્યું હતું. કંગના અને વિજયેન્દ્ર પ્રસાદે ભૂતકાળમાં બે પ્રોજેક્ટ્સ પર સાથે કામ કર્યું છે. જેમાં મણિકર્ણિકા ઝાંસીની રાણી વર્ષ ૨૦૧૯માં અને વર્ષ ૨૦૨૧માં જયલલિતાની બાયોપિક થલાઈવી છે. વિજયેન્દ્ર પ્રસાદ અત્યારે અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ ‘સીતા- ધ ઈન્કાર્નેશન’ની પટકથા લખી રહ્યા છે. કંગનાના ફેન્સને જયારે પણ અભિનેત્રી કોઈ સહ કલાકાર કે બૉલીવુડ હસ્તીની પ્રશંસા કરી છે, ત્યારે ત્યારે તેમના મિક્સ્ડ રિએક્શન જાેવા મળ્યા છે. અભિનેત્રી કંગના રનૌત એ વિજયેન્દ્ર પ્રસાદની મોટી ફેન છે.બોલીવુડની કવીન ગણાતી અભિનેત્રી કંગના રનૌત તેણીના વિવાદિત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. કંગના રનૌતે તાજેતરમાં જણાવ્યું છે કે, તેણી આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ ‘ઇઇઇ’ જાેવા માટે ઉત્સાહિત છે. તેણીએ જણાવ્યું કે તે એસ.એસ. રાજામૌલી અને દ્ભ. ફ. વિજયેન્દ્ર પ્રસાદ માટે પણ ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણની સાથે રામ ચરણ અને જુનિયર એનટીઆર પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. અમે તમને જણાવી દઈએ કે, અત્યારે ઇઇઇ ફિલ્મ લોકોની ખુબ જ પ્રશંસા મેળવી રહી છે.


