Maharashtra

ક્રૂડ તેલમાં 27,20,800 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો

સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલઃ કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડોઃ બુલડેક્સ વાયદામાં 125 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 112 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 72,173 સોદાઓમાં કુલ રૂ.4,108.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.50,177ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.50,274 અને નીચામાં રૂ.49,829 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.494 ઘટી રૂ.49,898ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.220 ઘટી રૂ.39,725 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.4,941ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,922ના ભાવે ખૂલી, રૂ.430 ઘટી રૂ.49,847ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,772ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,060 અને નીચામાં રૂ.63,350 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 427 ઘટી રૂ.63,434 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 406 ઘટી રૂ.63,606 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.393 ઘટી રૂ.63,605 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,794 સોદાઓમાં રૂ.2,821.05 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.260 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.70 વધી રૂ.300ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.764.70 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.2 ઘટી રૂ.1,799.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 41,719 સોદાઓમાં કુલ રૂ.3,246.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,824ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,845 અને નીચામાં રૂ.6,669 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.149 ઘટી રૂ.6,692 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.90 ઘટી રૂ.331.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,158 સોદાઓમાં રૂ.168.65 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,780 અને નીચામાં રૂ.37,550 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.130 વધી રૂ.37,680ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,397ના ભાવે ખૂલી, રૂ.70 વધી રૂ.16269 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.951.80 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 15,408 સોદાઓમાં રૂ.2,125.26 કરોડનાં 4,245.050 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 56,765 સોદાઓમાં કુલ રૂ.1,983.26 કરોડનાં 309.700 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 17,553 સોદાઓમાં રૂ.1,814.13 કરોડનાં 27,20,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 24,166 સોદાઓમાં રૂ.1,432 કરોડનાં 43346250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 833 સોદાઓમાં રૂ.157.04 કરોડનાં 41425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 310 સોદાઓમાં રૂ.11.25 કરોડનાં 117.72 ટન, રબરના વાયદાઓમાં 14 સોદાઓમાં રૂ.0.23 કરોડનાં 14 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,155.774 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 469.319 ટન, ક્રૂડ તેલમાં 744800 બેરલ અને નેચરલ ગેસમાં 9698750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 218325 ગાંસડી, મેન્થા તેલમાં 403.92 ટન, રબરમાં 69 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1824 સોદાઓમાં રૂ.158.60 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 949 સોદાઓમાં રૂ.73.82 કરોડનાં 1,011 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 673 સોદાઓમાં રૂ.67.72 કરોડનાં 722 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 202 સોદાઓમાં રૂ.17.06 કરોડનાં 202 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 897 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,031 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 158 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ માર્ચ વાયદો 6,818ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,829 અને નીચામાં 6,681ના સ્તરને સ્પર્શી, 148 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 101 પોઈન્ટ ઘટી 6,707ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,656ના સ્તરે ખૂલી, 125 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 121 પોઈન્ટ ઘટી 14,553ના સ્તરે અને મેટલડેક્સમાર્ચ વાયદો 18,755ના સ્તરે ખૂલી, 112 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 24 પોઈન્ટ ઘટી 18708 ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 35885 સોદાઓમાં રૂ.3,051.80 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.263.46 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.145.75 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,213.39 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.427.20 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 104.60 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.250.10 ખૂલી, ઊપરમાં રૂ.258 અને નીચામાં રૂ.192.50 રહી, અંતે રૂ.53.80 ઘટી રૂ.204.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.11.45 અને નીચામાં રૂ.6.35 રહી, અંતે રૂ.0.05 વધી રૂ.8.25 થયો હતો. સોનું માર્ચ રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.851 ખૂલી, ઊપરમાં રૂ.851 અને નીચામાં રૂ.685 રહી, અંતે રૂ.274 ઘટી રૂ.704.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.363.90 ખૂલી, ઊપરમાં રૂ.447.80 અને નીચામાં રૂ.348.10 રહી, અંતે રૂ.78.10 વધી રૂ.435.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.7 ખૂલી, ઊપરમાં રૂ.12 અને નીચામાં રૂ.6.70 રહી, અંતે રૂ.1.75 વધી રૂ.10.95 થયો હતો. સોનું માર્ચ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.150 ખૂલી, ઊપરમાં રૂ.179 અને નીચામાં રૂ.139 રહી, અંતે રૂ.25 વધી રૂ.167 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *