મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેઓલામાં અફઘાનિસ્તાનના રહેવાસી એક ૩૫ વર્ષીય મુસ્લિમ સમુદાયના ધાર્મિક ગુરુની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જાેકે અત્યાર સુધી મર્ડરનું કારણ સામે આવ્યું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. અફઘાનિસ્તાનના રહેવાસી મુસ્લિમ સમુદાયના ધાર્મિક નેતાની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને ચાર લોકોએ અંજામ આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના મુંબઈથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર યેઓલા પાસે એમઆઈડીસી વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ ચિશ્તીના રુપમાં થઇ છે. તેમને યેઓલાના સૂફી બાબા ના નામથી ઓળખવામાં આવતા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલોખોરોએ તેમના માથામાં ગોળી મારી હતી. જે કારણે તેમનું મોત થયું છે. પોલીસે જણાવ્યું કે હુમલાખોરોની એક એસવીયૂ જપ્ત કરી લેવામાં આવી છે. ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. યેઓલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને હત્યારાઓને પકડવા માટે પોલીસ દરોડા પાડી રહી છે. પોલીસ જણાવી રહી છે કે આરોપીઓએ એક મેદાનમાં સૂફી બાબાને ગોળી મારી હતી. આ પછી આરોપી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જાેકે પોલીસે ઘટનાસ્થળેથી એક ગાડી જપ્ત કરી છે. આ પહેલા ૨૧ જૂને મેડિકલની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં પોલીસે ૭ આરોપીઓની ધરપકડ કરી છે. કર્ણાટકના હુબલીમાં પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા કરી નાખવામાં આવી છે. હુમલાવરો શિષ્યના વેશમાં આવ્યા હતા અને ઉપરાઉપરી ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા તે સમયે કરી જ્યારે હુબલીની એક હોટલમાં લોકોને મળવા માટે હોટલની લોબીમાં આવ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે ચંદ્રશેખર ગુરુજી મૂળ રૂપથી બાગલકોટના રહેવાસી હતી અને કોઇ પારિવારિક કામ માટે હુબલી આવ્યા હતા. તે સરલ વાસ્તુ ના નામથી પ્રખ્યાત હતા.