મુંબઈ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા સાથે જાેડાયેલા સમાચાર સામે આવ્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ અનુસાર તે હરિયાણાના હિંસાર પોલીસ સ્ટેશન પહોંચી અને ડીએસપી વિનોદ શંકર સમક્ષ હાજર થઈ. દલિત સમાજ પર ટિપ્પણી કરવા બદલ તેમની સામે જીઝ્ર-જી્ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારપછી તેની ૪ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવી હતી. મુનમુન દત્તા વિરુદ્ધ ૧૩ મે ૨૦૨૧ના રોજ જીઝ્ર-જી્ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મુનમુન આ કેસની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને અરજી દાખલ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ આ અરજીને ફગાવી દીધી. મુનમુને અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતો એક વીડિયો ર્રૂે્ેહ્વી પર શેર કર્યો હતો. આ પછી તેના વિરુદ્ધ હાંસીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જાે કે આ વીડિયો પર થયેલા હંગામા બાદ મુનમુને માફી પણ માંગી હતી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે તે આ શબ્દથી વાકેફ નથી અને અજાણતામાં તે બોલી ગઇ હતી.