Maharashtra

બીજી ટી૨૦માં ભારતે ઓસિ.ને ૬ વિકેટે હરાવીને શ્રેણી કરી સરભર

મુંબઈ
હવે હૈદરાબાદમાં રવિવારે ૨૫મીએ નિર્ણાયક ટી૨૦ રમાશે. વરસાદને લીધે આઉટફિલ્ડ ભીની હોવાથી રાત્રે નવ કલાકે આઠ-આઠ ઓવરની મેચ રમાડવાનો ર્નિણય લેવાયો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મજબૂત દેખાવ કરતા ૨૦ બોલમાં ૪૬ રનની અણનમ ઈનિંગ રમી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. રોહિતે ચાર ચોગ્ગા અને તેટલાજ છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આઠ ઓવરમાં પાંચ વિકેટે ૯૦ રન કર્યા હતા. ભારતે ૭.૨ ઓવરમાં ૯૨ રન કરીને ટારગેટને પાર કરી લીધો હતો. ફિનિશર દિનેશ કાર્તિક એક છગ્ગો અને એક ચોગ્ગા સાથે અંતિમ બે બોલમાં ૧૦ રન કરી નોટ આઉટ રહ્યો હતો. વરસાદને પગલે મેદાનમાં પાણી ભરાયા હોવાથી મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો. નાગપુરના સ્ટેડિયમમાં મોટાપાયે દર્શકો હાજર રહેતા આખરે તેમને નિરાશ ના કરતા આઠ-આઠ ઓવરની મેચ રમાડવાનો ર્નિણય એમ્પાયર્સ અને મેચ રેફરીએ કર્યો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો ર્નિણય લીધો હતો. ઓસિ. કેપ્ટન એરોન ફિન્ચે ૧૫ બોલમાં ઝડપી ૩૧ રન કર્યા હતા. જ્યારે મેથ્યુ વેડ ૪૩ રન કરીને નોટ આઉટ રહ્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન બે આંકડામાં સ્કોર કરી શક્યો નહતો પરંતુ ૧૧.૨૫ની રન રેટથી રન નોંધાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી તેમજ ઉમેશના સ્થાને નિયમિત મીડિયમ પેસર જસપ્રીત બુમરાહની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ હતી અને તેણે એક સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયાના ૯૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવો ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્માએ પાવરફૂલ પ્રારંભ કરાવ્યો હતો. કે. એલ રાહુલ (૧૦) અને વિરાટ કોહલી (૧૧) રન કરી પેવેલિયન પરત ફર્યા હતા. સુર્યકુમાર યાદવને ઝામ્પાએ લેગ બીફોર આઉટ કરતા તે ખાતું ખોલાવી શક્યો નહતો. દિનેશ કાર્તિકે રોહિતનો સાથ આપ્યો તો અને અંતિમ બે બોલમાં છગ્ગો અને ચોગ્ગો મારીને મેચમાં જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાના બોલર એડમ ઝામ્પાએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે પેટ કમિન્સે એક વિકેટ મેળવી હતી.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *