Maharashtra

‘વિક્રમ વેધા’ ફિલ્મમાં હિૃતિક – સૈફનો લુક થયો રિવીલ

મુંબઈ
હ્રિતિક રોશનની ફિલ્મ ‘વિક્રમ વેધા’ મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંથી એક છે. હ્રિતિક રોશન ત્રણ વર્ષ બાદ આ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે. પડદા પર સૈફ અલી ખાન અને ઋતિક રોશનની જાેડી સાથે જાેવા માટે ફેન્સ ખૂબ જ રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મનું શુટીંગ પૂર્ણ થયા બાદ ઋતિક રોશને ફિલ્મના સેટના ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોમાં અભિનેતાનો લુક રિવીલ થઈ રહ્યો છે. હ્રિતિક રોશને ટિ્‌વટર પર ફોટો શેર કરીને પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘શુટીંગ પૂર્ણ થયા બાદ તમામ યાદગાર વસ્તુઓ યાદ આવી રહી છે. આ ફિલ્મ એક્શન અને રોમાંચથી ભરપૂર છે. દર્શકો માટે આ ફિલ્મને ખાસ બનાવવા માટે તમામ સંભવ પ્રયત્નો કર્યા છે. આજે એક્સાઈટેડ થવાની સાથે સાથે હું થોડો નર્વસ પણ છું. ફિલ્મ રિલીઝ થવાની તારીખ નજીક આવે તેમ હું વધુ નર્વસ થઈ રહ્યો છું.’ આ પોસ્ટ પરથી કહી શકાય કે, આ ફિલ્મ થોડા સમયમાં રિલીઝ થઈ શકે છે. આ બે ફોટોઝમાં જાેવા મળી રહ્યું છે કે, હ્રિતિક રોશન અને સૈફ અલી ખાનની જાેડી નિર્દેશક ગાયત્રી-પુષ્કર સાથે જાેવા મળી રહી છે. તો બીજા ફોટોમાં હ્રિતિક રોશન ક્લેપબોર્ડ પકડીને ફિલ્મ નિર્માતાઓ સાથે જાેવા મળી રહ્યા છે.હ આ ફિલ્મમાં હ્રિતિક રોશન ગેંગસ્ટરના પાત્રમાં જાેવા મળશે અને સૈફ અલી ખાન એક પોલીસની ભૂમિકા ભજવતા જાેવા મળશે. ઋતિક રોશન ‘વેધા’ અને સૈફ અલી ખાન ‘વિક્રમ’નું પાત્ર ભજવશે.બોલીવુડના બે સુપરસ્ટાર હ્રિતિક રોશન અને સૈફ અલી ખાનની જાેડી પડદા પર એકસાથે જાેવા મળશે. આ બંને બોલીવુડ સ્ટાર ‘વિક્રમ વેધા’માં સાથે જાેવા મળશે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વપૂર્ણ પાત્ર ભજવતી જાેવા મળશે. આર માધવન અને વિજય સેતુપતિની ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેકની લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. હ્રિતિક રોશન અને સૈફ અલી ખાને આ ફિલ્મનું શુટીંગ પૂર્ણ કરી લીધું છે. હ્રિતિક રોશને ટિ્‌વટર પર ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી છે.

Entertainment-Film-Vikram-Vedha-Hrithik-Roshan-look-revealed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *