Maharashtra

શાહરૂખ ખાન અને દિપીકા શૂટિંગ માટે વિદેશ જવા રવાના થશે

મુંબઈ
શાહરૂખ ખાન ફિલ્મ પઠાન દ્વારા બોલીવૂડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે દીપિકા પદુકોણ અને જાેન અબ્રાહમ સાથે કામ કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ એ છે કે, તેઓ જલદી જ વિદેશમાં શૂટિંગમ માટે રવાના થશે. ફિલ્મ સાથે જાેડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે,શાહરૂખ કાન, જાેન અબ્રાહમ અને દીપિકા પદુકોણ માર્ચના પહેલા અઠવાડિયામાં ફિલ્મ પઠાનના શૂટિંગ માટે સ્પેન જાય તેવી શક્યતા છે. જ્યાં તેઓ ફિલ્મના મહત્વપૂર્ણ દ્રશ્યોનું શૂટિંગ કરશે. આ જ ટીમ મુંબઇમાં ફેબ્રુઆરીના અંતમાં શૂટિંગ કરશે, જેપુરુ થયા પછી સ્પેન જવા રવાના થશે. આ ફિલ્મના સ્પેનના શેડયુલને ગયા વરસે જ શૂટિંગ કરવાની યોજના હતી. પરંતુ કોરોના મહામારીની ત્રીજી લહેરને કારણે ફિલ્મનું શૂટિંગ રોકવામાં આવ્યું હતું. હવે સ્થિતિ ફરી સામાન્ય થઇ રહી હોવાથી ફિલ્મના શૂટિંગને શરૂ કરવામાં આવ્યું છે.

shahrukh-khan-deepika-padukone.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *