મુંબઈ
કેન્દ્ર સરકાર પ્રાઈવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ(પીઈ) અને વેન્ચર કેપિટલ(વીસી) ફ્ંડ્સને એક અલગ રોકાણકાર વર્ગ તરીકેની માન્યતા આપવા માટેની વિચારણા ચલાવી રહી છે. જેથી રોકાણકારોના આ વર્ગને નડી રહેલી સમસ્યાઓનું સમાધાન શોધી શકાય એમ જાણકાર વર્તુળો જણાવે છે. કેટલાંક પીઈ અને વીસી ફ્ંડ્સે ટેક્સેશન, રેગ્યુલેશન અને પ્રોસેસિસ સંબંધી સમસ્યાઓ રજૂ કરી છે. આવી પ્રશ્નોને કારણે વિવિધ ટ્રિબ્યૂનલ્સ ખાતે કાનૂની કાર્યવાહી પણ ચાલી રહી છે. આર્થિક બાબતોના સચિવ અજય શેઠ જણાવે છે કે અમે એક-બે મહિનામાં એક્સ્પર્ટ કમિટીની રચના કરીશું. જે ટેક્સેશન, પ્રોસેસિસ અને સંબંધિત મુદ્દાઓ પર વિચારણા હાથ ધરશે. આ પાછળનો વિચાર ભારતમાં ઓફિસિસ શરૂ કરીને અનલિસ્ટેડ સ્પેસમાં નોંધપાત્ર રોકાણ કરતાં વર્ગ સંબંધી ટેક્સેશન અને રેગ્યુલેશન્સ સંબંધી બાબતોમાં નોંધપાત્ર ફેરફાર હાથ ધરવાનો છે. પીઈ-વીસી ઉદ્યોગે આ બાબતે સ્ટ્રક્ચર્ડ ચર્ચા-વિચારણા માટે વિનંતી કરી છે. સરકાર તેમની અપેક્ષાઓ અને ચિંતાઓને સમજવા માગે છે. ત્યારબાદ તે કોઈ એકાદ-બે મુદ્દાઓ પર નહીં પરંતુ સર્વગ્રાહી સમાધાન માટે વિચારી રહી છે. ગયા વર્ષે પીઈ અને વીસી ફ્ંડ્સે દેશમાં રૂ. ૫.૫ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જેણે દેશમાં વિશ્વમાં ટોચમાંની એક સ્ટાર્ટ-અપ્સ ઇકોસિસ્ટમ્સ ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. નાણાપ્રધાને પણ બજેટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે આ રોકાણને વધુ ઉપર લઈ જવા માટે રેગ્યુલેટરી અને અન્ય બાબતોની સર્વગ્રાહી ચકાસણી જરૂરી છે. આમાટે એક એક્સ્પર્ટ પેનલી રચના કરવામાં આવશે. જે યોગ્ય ઉપાયો સૂચવશે.
