મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યામાં મોટો ખુલાસો થયો છે. નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવાના કારણે ઉમેશ કોલ્હેની હત્યા સાથે બ્લેક ફ્રીડમ ગ્રુપનું કનેક્શન સામે આવ્યું છે. બ્લેક ફ્રીડમ ગ્રુપથી જ ઉમેશ કોલ્હેની હત્યાના ષડયંત્રની શરૂઆત થઈ. ઉમેશ કોલ્હે અને તેમનો મિત્ર ડો.યુસુફ બંને વોટ્સએપ ગ્રુપ બ્લેક ફ્રિડમ સાથે જાેડાયેલા હતા. ઉમેશ કોલ્હેએ નુપુર શર્માના સમર્થનમાં જે પોસ્ટ બ્લેક ફ્રીડમ નાખી તે પછી તો વાયરલ થઈ ગઈ અને તેમના મોતનું કારણ બની. બ્લેકફ્રીડમ વોટ્સએપ ગ્રુપ દ્વારા ઉમેશ કોલ્હેની હત્યાનું ષડયંત્ર રચાયું હતું, જેની આખી કહાની ખુબ જ ચોંકાવનારી છે. ઉમેશ કોલ્હેએ ૧૪ જૂનના રોજ નુપુર શર્માના સમર્થનવાળી પોસ્ટ વોટ્સએપ ગ્રુપ બ્લેક ફ્રીડમમાં નાખી હતી. કોલ્હેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનવાળી પોસ્ટ ૨૦ જૂનના રોજ ફોરવર્ડ કરી હતી. આ પોસ્ટ કેવી રીતે બ્લેક ફ્રીડમ ગ્રુપથી નીકળીને બહાર આવી અને આરોપીઓના વોટ્સએપ ગ્રુપ સુધી પહોંચી ગઈ. સવાલ એ ઉઠે છે કે વોટ્સએપ ગ્રુપ બ્લકે ફ્રીડમમાં એ કઈ વ્યક્તિ હતી જેણે ઉમેશ કોલ્હેના પોસ્ટને હત્યાના આરોપીઓ સુધી વાયરલ કરી. તે વ્યક્તિ બીજાે કોઈ નહીં પરંતુ ઉમેશ કોલ્હેનો મિત્ર ડો.યુસુફ હતો અને બંનેની મિત્રતા ૧૫ વર્ષ જૂની હતી. ડો. યુસુફ પણ વોટ્સએપ ગ્રુપ બ્લેક ફ્રીડમનો સભ્ય હતો. ડો. યુસુફ અને ઉમેશ કોલ્હે ખાસ મિત્રો હતા પરંતુ ૧૫ વર્ષ જૂની આ મિત્રતા ઉમેશ કોલ્હેએ નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ ફોરવર્ડ કરી ત્યારબાદ તૂટી ગઈ. પોલીસના જણાવ્યાં મુજબ ડો. યુસુફ જ એ વ્યક્તિ હતો જેણે બ્લેક ફ્રીડમ ગ્રુપમાં ઉમેશ કોલ્હેની પોસ્ટને રહબરિયા ગ્રુપમાં મોકલી દીધી. જેમાં હત્યાકાંડનો મુખ્ય આરોપી ઈરફાન ખાન પણ એડમિન હતો. ઉમેશ કોલ્હે અમરાવતી શહેરમા મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને પશુઓની સારવારની દવાઓ પણ રાખતો હતો. ડો. યુનુસ પણ વેટરેરી ડોક્ટર છે આથી બંનેમાં સારી મિત્રતા હતી. એકબીજાના ઘરે અવરજવર હતી. પરંતુ આમ છતાં ડો. યુસુફે વર્ષોની મિત્રતા એક પોસ્ટ શેર કરવાના કારણે તોડી નાખી અને મિત્રતાની પીઠમાં ખંજર ભોંકી દીધુ. દ્ગૈંછ ની તપાસમાં અનેક ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યાના માસ્ટરમાઈન્ડ ઈરફાન શેખે બીજા આરોપીને ૧૦ હજાર રૂપિયા અને બાઈક આપી હતી. આ મામલે આઠમો આરોપી શમીમ હજુ પણ ફરાર છે. પોલીસે અત્યાર સુધીમાં ૨ બાઈક અને ૩ ચાઈનીઝ ચાકૂ જપ્ત કર્યા છે. ઈરફાન શેખર અમરાવતીમાં એક એનજીઓ ચલાવે છે અને તેના બેંક ખાતાની પણ તપાસ થઈ રહી છે. ઉમેશ હત્યાકાંડમાં ધરપકડ કરાયેલા સાતેય આરોપીઓને અમરાવતી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૮ જુલાઈ સુધીમાં ટ્રાન્ઝિટ રિમાન્ડમાં મોકલી દીધા છે. દ્ગૈંછ એ તમામ આરોપીઓને ૮ જુલાઈ કે તેના પહેલા ગમે ત્યારે મુંબઈની વિશેષ દ્ગૈંછ કોર્ટમાં હાજર કરવા પડશે. તપાસમાં આરોપી ઈરફાન શેખ વિશે એ પણ જાણવા મળ્યું છે કે તેના પર ઈન્દોરમાં રેપ કેસ ચાલે છે. અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહે કહ્યું કે આ આરોપીઓ સંલગ્ન અમે કોઈ લિંક મળી નથી. શરૂઆતમાં આ એક બ્લાઈન્ડ કેસ હતો. અમારે તે સમયે થિયરી પર કામ કરવું પડ્યું. ખુબ જ સંવેદનશીલ કેસ હતો. આ થિયરીના કેટલાક પુરાવા મળ્યા ત્યારે અમે તેના પર કામ કરવાનું શરૂ કરી દીધુ.
