Maharashtra

અમિતાભ બચ્ચનના જુહુના બંગલા અંગે કોર્ટે ૨ અઠવાડિયાની રાહત આપી

મુંબઈ,
બોમ્બે હાઈકોર્ટે બીએમસીને નિર્દેશ આપ્યો છે કે, રોડ પહોળા કરવા માટે જુહુમાં અમિતાભ બચ્ચનની મિલકતનો એક ભાગ હસ્તગત કરવાની તેમની નોટિસ પર કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવામાં આવે.સાથે જ બચ્ચન પરિવારને ૨ અઠવાડિયામાં બીએમસી સમક્ષ રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું છે,જ્યારે બીએમસીને ૬ અઠવાડિયામાં રજૂઆત પર વિચાર કરવા માટે જણાવવામાં આવ્યુ છે. બચ્ચન દંપતીએ આ સપ્તાહની શરૂઆતમાં બીએમસીની નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એસએમ મોડકની ડિવિઝન બેન્ચે તેમને બે અઠવાડિયામાં બીએમસી સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ આપ્યો હતો.બેન્ચે કહ્યુ કે જ્યારે રજૂઆત દાખલ કરવામાં આવશે, ત્યારે બીએમસી છ અઠવાડિયા પછી તેની સુનાવણી કરીને ર્નિણય લેશે. ર્નિણય બાદ ત્રણ અઠવાડિયા સુધી અરજદારો સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે જાે જરૂર પડશે તો બચ્ચન દંપતીના વકીલોની અંગત સુનાવણી પણ થઈ શકે છે. અરજીમાં બીએમસીની નોટિસને રદ કરવાની અને નાગરિક સંસ્થાને જમીન સંપાદન તરફ કોઈ પગલાં લેવાથી રોકવાના મનાઈ હુકમની માંગ કરવામાં આવી હતી.તમને જણાવીલદઈએ કે, બચ્ચન દંપતીને ૨૦ એપ્રિલ, ૨૦૧૭ના રોજ બે નોટિસ આપમાં આવી હતી,જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે તેમની રહેણાંક મિલકતની નજીકના પ્લોટના અમુક ભાગ રોડની નિયમિત લાઇનની અંદર છે અને બીએમસી સંબંધિત દિવાલો અને માળખાં સાથે આવી જમીન હસ્તગત કરવા માગે છે. બચ્ચન દંપતિએ નોટિસ વિશે માહિતી એકત્ર કરવા અને નાગરિક સંસ્થાના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવા તેમના પ્રતિનિધિઓની નિમણૂક કરી હતી. પ્રતિનિધિઓએ મ્સ્ઝ્ર અધિકારીઓને કહ્યું કે, નાગરિક સંસ્થા માટે પ્લોટની સામેની બાજુએ રસ્તો પહોળો કરવો સરળ રહેશે.

Amitabh-Bachchan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *