Maharashtra

ઉર્ફી જાવેદના મૃત્યુના સમાચાર આવ્યા બાદ અભિનેત્રી ગુસ્સે થઈ

મુંબઈ
અત્યારે ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર અને સ્ટાઈલિસ્ટ પર્સનાલિટીની વાત કરીએ તો, તેમાં ઉર્ફી જાવેદનું નામ લગભગ પ્રથમ ક્રમે છે. બિગ બોસ ઓટીટી સિઝન ૧નો ભાગ બન્યા પછી રાતોરાત લાઈમલાઈટમાં આવેલી ઉર્ફી ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થતી એક્ટ્રેસ છે. ઉર્ફી હંમેશા પોતાના વિચિત્ર સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ચર્ચામાં રહે છે પરંતુ છેલ્લા ૨ દિવસથી કોઈ બીજા જ કારણથી ઉર્ફી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સોમવારે ઉર્ફી જાવેદના મોતના સમાચાર સામે આવતા તેના ફેન્સ ચિંતામાં સરી પડ્યા હતા. સોમવારે સોશિયલ મીડિયા પર એક ટીખળબાજે ફોટો પોસ્ટ શેર કરી હતી જેમાં એક યુવતી પાછળથી મૃત હાલતમાં દેખાડવામાં આવી હતી. આ સાથે જ, તેણે લખ્યું હતું કે, ઉર્ફી જાવેદ હવે આપણા વચ્ચે નથી રહી, ભગવાન તેની આત્માને શાંતિ આપે. જેનાથી ઉર્ફીના ફેન્સ ચિંતામાં મૂકાયા હતા અને ઉર્ફીએ સુસાઈડ કેમ કર્યું હશે તે અંગે સોશિયલ મીડિયા પર અટકળો સર્જાઈ હતી. થોડા સમય બાદ, આ પોસ્ટને ટીખળબાજ દ્વારા ડિલીટ કરી દેવામાં આવી હતી. ઉર્ફીએ આજ પોસ્ટને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી અને તેની સાથે લખ્યું હતું કે, ‘દુનિયાને થઈ શું ગયું છે? મને છેલ્લા કેટલાક સમયથી જાનથી મારી નાખવાની શંકી મળી રહી છે અને બીજી તરફ મેં સુસાઈડ કર્યું છે તેવી અફવા સામે આવી છે. શું કરવું તે સમજાતું નથી. આ બાદ, ઉર્ફીએ પણ આ વિવાદાસ્પદ પોસ્ટને તેના ઈન્સ્ટા હેન્ડલ પરથી દૂર કરી હતી. છેલ્લા કેટલાક મહિનાથી તેના વિચિત્ર ડ્રેસના કારણે ચર્ચામાં રહે છે. તેણે કોથળામાંથી બનાવેલો અનોખા ડ્રેસના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *