મુંબઈ
કંગના રનૌત સ્ટારર ‘ધાકડ’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી છે. આ ફિલ્મ માંડ માંડ ૫ કરોડની કમાણી કરી શકી. આવી સ્થિતિમાં, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કંગના અને અર્જુન રામપાલની આ ફિલ્મ રિલીઝના એક અઠવાડિયાની અંદર મુંબઈના સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવી છે. ફિલ્મની શરૂઆત બહુ ખાસ ન હતી, જાેકે વિવેચકોએ તેને મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો. કંગનાની ‘ધાકડ’ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ‘ભૂલ ભુલૈયા ૨’ સાથે ટકરાઈ હતી. કાર્તિકની ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટિકિટ બુકિંગ એપ બૂક માય શો પર ‘ધાકડ’ ના વોચ ઓપ્શન’ સાથે દેખાઈ રહી છે. આનો અર્થ એ છે કે મૂવી જાેનારાઓ માટે બુક કરવા માટે કોઈ શો ઉપલબ્ધ નથી. આ ફિલ્મ પણ નવી દિલ્હીના અમુક જ થિયેટરોમાં જ લાગેલી છે. ‘ધાકડ’ કથિત રીતે ઉચ્ચ સ્તરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને લગભગ ૨૧૦૦ સ્ક્રીન્સ મળી છે. ફિલ્મની આ સ્થિતિ પર એક સૂત્રએ બોલિવૂડ હંગામાને કહ્યું, “ધાકડ ૨૦ મેના રોજ લગભગ ૨૧૦૦ સ્ક્રીન્સ સાથે રિલીઝ થઈ હતી. રવિવાર, ૨૨ મે સુધી, લગભગ ૩૦૦ સ્ક્રીનો (ફિલ્મ) બંધ હતી, ખાસ કરીને સિંગલ સ્ક્રીન. સોમવારથી સ્ક્રીનની સંખ્યામાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુરુવાર સુધી, તે ટોમ ક્રૂઝ-સ્ટારર ટોપ ગનઃ મેવેરિકને કારણે થિયેટરમાંથી ખેંચી લેવામાં આવ્યું છે. ટોમ ક્રૂઝની ફિલ્મ ૨૬ મેના રોજ રીલિઝ થઈ હતી. સૂત્રએ કહ્યું, “ધાકડ તેના બીજા સપ્તાહમાં ભારતમાં માત્ર ૨૫ સિનેમાઘરોમાં ચાલી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રથમ સપ્તાહની સરખામણીએ બીજા સપ્તાહમાં તે લગભગ ૯૮.૮૦% થિયેટરમાંથી દૂર થઈ ગયું છે. દિલ્હી સૌથી મોટું શહેર છે જ્યાં અત્યાર સુધી ચાર સિનેમાઘરોમાં ‘ધાકડ’ ચાલી રહી છે. મુંબઈના એક પણ સિનેમા હોલમાં આ ફિલ્મ ચાલી રહી નથી. જ્યારે કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા ૨’ રિલીઝ થઈ ત્યારથી જ જાેરદાર જઈ રહી છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં રૂ. ૯૨.૦૫ કરોડનું કલેક્શન કર્યું છે અને આ સપ્તાહના અંતે તે ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થવા માટે તૈયાર છે. દરમિયાન, આ સપ્તાહના અંતમાં બે નવી ફિલ્મો પણ થિયેટરોમાં દસ્તક આપી છે. પ્રથમ આયુષ્માન ખુરાનાની ‘માણેક’ અને ટોમ ક્રૂઝની ‘ટોપ ગનઃ માવેરિક’ છે.
