મુંબઈ
અનુપમ ખેર ફિલ્મો ઉપરાંત સોશિયલ અને પોલિટિકલ ઈશ્યૂ પર સોશિયલ મીડિયામાં વાત કરતા રહે છે. અનુપમ ખેર લખનઉમાં અપકમિંગ ફિલ્મ કાગઝ ૨ ના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મના સેટ પર શૂટિંગ દરમિયાન અનુપમ ખેર ઘાયલ થયા હતા. અનુપમ ખેર કોર્ટ રૂમનો સીન કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. સોર્સીસના જણાવ્યા મુજબ, કાગઝ ૨ના શૂટિંગમાં ઈન્ટેન્સ કોર્ટ રૂમનો સીન ચાલી રહ્યો હતો. અનુપમ ખેર તેમાં ઓતપ્રોત થઈ ગયા હતા. તેઓ સેટ પર આંટા મારી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું માથુ લાકડાના થાંભલા સાથે અથડાયુ હતું. દર્શન કુમાર અને સતીષ કૌશિક સહિત બધા તેમની પાસે દોડી ગયા હતા. અનુપમ ખેરને માથામાં સોજાે આવ્યો હતો. મેકર્સે શૂટિંગ રોકવાની વાત કરી હતી, પરંતુ અનુપમ ખેરે આરામ કરવાની ના પાડી હતી. સેટ પર ગંભીર માહોલ જાેઈને અનુપમ ખેર પોતાની ઈજા મામલે જ રમૂજ કરવા માંડ્યા હતા.


