Maharashtra

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ સામે સમન્સ જાહેર

મુંબઈ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું નામ વિવાદોમાં આવવું કોઈ નવી વાત નથી. ‘દબંગ’ અભિનેતા છેલ્લા ઘણા સમયથી ‘અદાલત’માં તેની કાનૂની લડાઈ લડી રહ્યો છે. પરંતુ તેમની મુશ્કેલીઓ વધી રહી છે. અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે એક પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલા હુમલાના કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ સામે સમન્સ જાહેર કર્યું છે. ફરિયાદી અશોક શ્યામલ પાંડેએ સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૪, ૩૯૨, ૪૨૬, ૫૦૬ (ૈંૈં) િ/ુ ૩૪ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના આ આદેશ મુજબ, ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ઝ્રિઁઝ્ર ની કલમ ૧૫૬(૩) હેઠળ નિર્દેશો જારી કરવાની વિનંતી કરી છે. એક અહેવાલ મુજબ, આ ઘટના ૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ બની હતી, જેમાં ફરિયાદી અને સૂચિત આરોપી સલમાન ખાન વચ્ચે વિવાદ થયો હતો. તપાસ અધિકારીએ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪, ૫૦૬ હેઠળ ગુનો નોંધ્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪ જણાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ જાણીજાેઈને અપમાન કરે છે અને તેના દ્વારા જાહેર શાંતિનો ભંગ કરવા અથવા અન્ય કોઈ અપરાધ કરવાના ઈરાદા સાથે કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરણી કરે છે, તો તે બંનેના દોષિતો માટે જવાબદાર રહેશે.ઉપરાંત તે સજાને પાત્ર છે. કલમ ૫૦૬ જણાવે છે કે, જે કોઈ ધાકધમકીનો ગુનો કરે છે, તેને બે વર્ષ સુધીની મુદત માટે કેદની સજા કરવામાં આવશે અથવા દંડ અને બંને સાથે સજા પણ થઈ શકે છે.

Salman-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *