મુંબઇ
ગુરુ નાનક જયંતિ ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે.આ દરમિયાન રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીએ ગુરુનાનક જયંતિ પર રાતોરાત આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી શીખોના પરંપરાગત પોશાકમાં જાેવા મળ્યા હતા. આજે ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ છે. ગુરુ નાનક જી શીખોના પ્રથમ ગુરુ અને શીખ ધર્મના સ્થાપક છે. શીખ ધર્મમાં માનનારાઓ માટે ગુરુ નાનક જયંતિનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. તેમણે પોતાનું જીવન માનવ સમાજના કલ્યાણ માટે સમર્પિત કર્યું. ગુરુ નાનક દેવજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ રાહુલ ગાંધી યાદગારી સાહિબજાદે બાબા જાેરાવર સિંહજી ફતેહ સિંહજી ગુરુદ્વારા પહોંચ્યા. શીખોના પ્રથમ ગુરુ ગુરુ નાનકનો જન્મ ૧૪૬૯માં પંજાબ પ્રાંતના તલવંડી ખાતે થયો હત ો. જે હવે પાકિસ્તાનમાં છે. આ જગ્યાને નનકાના સાહિબ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ નાનક જયંતિ ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. શીખ ધર્મમાં ઉજવવામાં આવતો આ સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે.