મુંબઈ
યૂટ્યુબર અરમાન મલિક ઈન્ટરનેટની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. અરમાને બે લગ્ન કરેલા છે. તેની બંને પત્ની એકસાથે એક જ ઘરમાં રહે છે. અરમાન પોતાના યૂટ્યુબ ચેનલ પર પણ બંને પત્ની સાથે વ્લોગ શેર કરે છે. પર્સનલ લાઈફને લઈને અરમાન હંમેશા ચર્ચામાં રહે છે. હવે અરમાને એક એવો ખુલાસો કર્યો છે, જેના કાણે લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. યૂટ્યુબ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અરમાન મલિકે પોતાની બંને પત્ની પાયલ અને કૃતિકા પણ કન્ટેન્ટ ક્રિએટર છે. પત્ની પાયલને અરમાનથી એક બાળક પણ છે. હવે અરમાનની બંને પત્ની એકસાથે પ્રેગ્નેન્ટ છે. અરમાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંને પત્નીની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. તેણે બંને પત્ની સાથેના ફોટો શેર કર્યા છે. અરમાનની પત્ની પોતાના બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. અરમાને ફોટો શેર કરતા કેપ્શન લખ્યુ- મારો પરિવાર. અરમાનની પોસ્ટ સામે આવ્યા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ અરમાનને શુભકામના આપી રહ્યા છે તો ઘણા લોકો એક સાથે બંને પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી જાેરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. ઘણા લોકો શૉક્ડ છે કે આખરે અરમાનની બંને પત્ની એકસાથે પ્રેગ્નેન્ટ કેવી રીતે હોય શકે. એક યુઝરે હેરાની સાથે પુછ્યુ- બંને એક જ વારમાં પ્રેગ્નેન્ટ થઈ છે કે શું? બીજા એક યુઝરે લખ્યુ.. બંને એક જ દિવસે પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ શકે છે. વળી ઘણા લોકોનું માનવું છે કે અરમાન પોતાની પહેલી પત્નીને ઓછો અને બીજી પત્નીને વધારે પ્રેમ કરે છે. લોકોનું કહેવું છે કે અરમાન પોતાની બીજી પત્નીને વધારે મહત્વ આપે છે અને પોતાની મોટાભાગની તસવીરો તેની સાથે જ શેર કરે છે. અરમાન મલિકની આ પોસ્ટને અત્યાર સુધી ૧.૪૭ લાખથી વધારે લાઈક મળી ચુકી છે.
