Maharashtra

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આઈઆઈટી બોમ્બેની મુલાકાત લીધી

મુંબઈ
બોલિવૂડ ફિલ્મોના ખરાબ સમય વચ્ચે અનેક બોલિવૂડ મેકર્સ અને એક્ટર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટઃ૦૧’ ના બોક્સ ઓફિસ પર નજર ટકેલી છે. આ બિગ બજેટ ફિલ્મમાં આ કપલ જાેડીની સાથે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, નાગાર્જુન અને મૌની રોય જેવા સુપરસ્ટાર્સની ભરમાર છે અને કરણ જાેહર અને નિર્દેશક અયાન મુખર્જીની જાેડીએ તેને બનાવવા માટે અનેક વર્ષો સુધી મહેનત કરી છે અને બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની ચિંતા કર્યા વગર ૯ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું જાેરશોરથી પ્રમોશન થઈ રહ્યું છે. આલિયા અને રણબીરે ૈંૈં્‌ બોમ્બેની મુલાકાત લીધી હતી. આ જાેડીએ ફિલ્મ વિશેનાઅને તેમની પર્સનલ લાઈફ વિશેના અનેક સવાલોના જવાબ આપ્યા હતા અને સ્ટુડન્ટ્‌સ સાથે તેમની ફિલ્મના રિલીઝ કરવામાં આવેલા સુપર હિટ સોન્ગ ‘કેસરિયા’ ગાઈને તેમને મનોરંજિત કર્યા હતા. આલિયાએ તેની ૈંૈં્‌ વિઝીટ અંગે સોશિયલ મીડિયા હેન્ડલ પર જાણકારી આપી હતી અને સાથે લખ્યું હતું કે, ફાઈનલી, હવે હું કહી શકું છું કે, હું ૈંૈં્‌ માં પ્રવેશી હતી. ભલે, ફકત એક કલાક માટે… અગાઉ, અનેકવાર આલિયા તેના જ્ઞાનના કારણે ટ્રોલ થઈ ચૂકી છે. એક શો દરમિયાન આલિયાને જનરલ નોલેજના પૂછાયેલ સવાલમાં આલિયાએ ખોટો જવાબ આપ્યો હતો અને હજુ પણ અનેક વાર ટીખળબાજાે આલિયાને ડફોળ ગણાવી મજાક ઉડાવતા રહે છે અને આલિયા પણ આ વાતને સહજતાથી લઈને તેની પર હસતી નજર આવે છે. આલિયા અત્યારે પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ ફિલ્મના પ્રમોશનમાં કોઈપણ કસર છોડવા નથી માગતી. બીજી તરફ, કરણ અને અયાન ફિલ્મ’બ્રહ્માસ્ત્ર’ના આગામી ભાગને તૈયાર કરવાની શરૂઆત કરી ચૂક્યા છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *