મુંબઈ
સિનેમાજગતમાં કેટલાક એવા લોકો છે જે મોઢુ ખોલે છે તો બબાલ શરૂ થઈ જાય છે. આ લિસ્ટમાં બોલીવુડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માનું નામ પણ સામેલ છે. પોતાના વિવાદિત નિવેદનને કારણે હંમેશા લાઇમલાઇટમાં રહેનારા રામ ગોપાલ વર્માએ આ વખતે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને લઈને એવી વાત કહી જે સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. રામ ગોપાલ વર્માએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના નામ પર કોમેન્ટ કરતા ટ્વીટ કર્યુ- જાે દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવ કોણ છે? અને તેનાથી પણ વધુ જરૂરી છે કે કૌરવ કોણ છે?’ રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું તો સોશિયલ મીડિયા પર બબાલ શરૂ થઈ ગઈ. દરેક લોકો આ ફિલ્મમેકર પર પ્રહાર કરવા લાગ્યા. તો ભાજપના નેતાએ આ ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના નેતાએ હૈદરાબાદમાં વર્મા પર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને કાયદાકીય સલાહ માટે મોકલી છે. તેમનું કહેવું છે કે કાયદાકીય સલાહ મળ્યા બાદ તે ફરિયાદ દાખલ કરશે. ત્યારબાદ રામ ગોપાલ વર્માએ વિવાદ વધતો જાેઈ સોશિયલ મીડિયા પર વધુ એક ટ્વીટ કર્યું. ટ્વીટમાં લખ્યું- મેં બસ એમ જ કહી દીધુ હતું મારો ઈરાદો બીજાે નહોતો. મહાભારતમાં દ્રૌપદી મારૂ પસંદગીનું પાત્ર છે, પરંતુ નામ એટલુ દુર્લભ છે, તેથી મને સંબંધિત પાત્ર યાદ આવી ગયા. કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારૂ ઈરાદો નહોતો.


