Maharashtra

શાહરૂખ ખાનની જવાન ફિલ્મમાં રાણા દુગ્ગુબાતીની જગ્યાએ વિજય સેતુપતિ રોલ કરશે

મુંબઈ
વર્ષ ૨૦૧૮માં ઝીરોના ધબડકા બાદ શાહરૂખે લાંબો બ્રેક લીધો હતો અને હવે આગામી વર્ષે તેઓ દમદાર ફિલ્મો સાથે કમબેક કરી રહ્યા છે. ઝીરો બાદ હવે તેઓ સીધા પઠાણમાં જાેવા મળશે. ત્યારબાદ જવાન અને ડન્કી રિલિઝ થશે. જવાન માટે શાહરૂખે સાઉથના ડિરેક્ટર એટલી અને નયનતારા સાથે પહેલી વાર હાથ મિલાવ્યા છે. આ ફિલ્મમાં વિલનના રોલ માટે રાણા દુગ્દુબાતીની પસંદગી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જાે કે હવે ભલ્લાલદેવ ઉર્ફે દુગ્ગુબાતીના સ્થાને સાઉથના સ્ટાર વિજય સેતુપતિ આ રોલ કરે તેવી શક્યતા છે. બિઝી શીડ્યુલના કારણે રાણા દુગ્ગુબાતીએ જવાનમાં કામ નહીં કરવાનો ર્નિણય લીધો હોવાના રિપોર્ટ્‌સ છે. કમલ હાસનની ફિલ્મ વિક્રમમાં વિજય સેતુપતિ છેલ્લે જાેવા મળ્યા હતા. ઈન્ડિયન બોક્સઓફિસ પર વિક્રમે રૂ.૩૦૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે અને હજુ તેની આગેકૂચ જારી છે. અલ્લુ અર્જુનની સાથે પુષ્પા ૨માં વિલનના રોલ માટે વિજય સેતુપતિ ફાઈનલ હોવાનું કહેવાય છે. પાન ઈન્ડિયા ઓડિયન્સમાં સેતુપતિની પોપ્યુલારિટી જાેઈને શાહરૂખની જવાનમાં પણ તેમને વિલનનો રોલ અપાય તેવી શક્યતા છે. જવાનનું પહેલું ટીઝર પાછલા મહિને રિલિઝ થયું હતું. ૨૦૨૩માં બીજી જૂને આ ફિલ્મ રિલિઝ થવાની છે. તેને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલિઝ કરવાનો પ્લાન છે. જવાનના ટીઝરમાં શાહરૂખ ખાને આખા ચહેરા પર પટ્ટીઓ બાંધેલી છે અને ડરામણો લૂક છે. તેને જાેતાં આ ફિલ્મ એક્શન અને થ્રિલરથી ભરપૂર હોવાનું જણાય છે. સાઉથમાં એક્શન, સ્ટન્ટથી ભરપૂર ફિલ્મો બનાવવા માટે એટલી જાણીતા છે. એટલી ઉપરાંત આ ફિલ્મમાં નયનતારા પણ છે. હવે વિજય સેતુપતિની એન્ટ્રી ફાઈનલ થઈ રહી છે. આમ, શાહરૂખની ફિલ્મ જવાનને સુપરહિટ બનાવવા માટે બોલિવૂડ ઉપરાંત ટોલિવૂડે પણ હાથ મિલાવ્યા છે. એકંદરે પાન ઈન્ડિયા ફિલ્મ બનાવવાનો શાહરૂખનો પ્લાન છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *