Maharashtra

શ્રીદેવીની પુણ્યતિથિએ બંને દિકરીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

મુંબઈ
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની પુણ્યતિથિ છે.શ્રીદેવીએ પોતાના જબરદસ્ત અભિનયથી હંમેશા ચાહકોનું દિલ જીત્યું છે. આજે ભલે તે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેના અભિનય થકી હંમેશા તે જીવંત રહેશે. શ્રીદેવીની પુણ્યતિથિ પર ચાહકોથી લઈને તેના પરિવાર સુધી બધા તેને યાદ કરી રહ્યા છે. જ્હાનવી કપૂરે માતા સાથેનો બાળપણનો ફોટો શેર કર્યો અને લખ્યું કે,હું તમારી સાથે વધુ વર્ષો જીવી છું,તમારા વિના નહીં. મને નફરત છે એ વર્ષથી જેમાં તમે નથી.આશા છે કે અમે તમને ગર્વ કરાવી રહ્યા છીએ,લવ યૂ હંમેશા… ખુશીએ પણ શ્રીદેવી સાથે બાળપણનો ફોટો પણ શેરી કરીને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, બોની કપૂર પણ શ્રીદેવી વિશે અવારનવાર પોસ્ટ કરતા રહે છે. શ્રીદેવીની વાત કરીએ તો તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે’મોમ’માં જાેવા મળી હતી જે વર્ષ ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. આ સિવાય તે વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ઝીરોમાં પણ જાેવા મળી હતી.

Jahnvi-kapoor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *