Maharashtra

૨૧ લાખની લોન ન ચૂકવવા બદલ શિલ્પા શેટ્ટીના માતા વિરુદ્ધ વોરંટ જાહેર

મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પરિવારની મુશ્કેલીઓ વધી રહી છે. એક કોર્ટે શિલ્પા શેટ્ટીની માતા વિરુદ્ધ ૨૧ લાખ રૂપિયાની લોનની કથિત ચુકવણી ન કરવા બદલ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (અંધેરી કોર્ટ) આરઆર ખાને અગાઉ શિલ્પા, તેની માતા સુનંદા અને બહેન શમિતાને છેતરપિંડીના કેસમાં સમન્સ જાહેર કર્યા હતા. શેટ્ટી પરિવારે આ સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સોમવારે, સેશન્સ જજ એઝેડ ખાને શિલ્પા અને શમિતા વિરુદ્ધ મેજિસ્ટ્રેટના આદેશ પર સ્ટે મૂક્યો હતો પરંતુ તેમની માતાને રાહત આપી ન હતી. કોર્ટે કહ્યું હતું કે શિલ્પાના દિવંગત પિતા સુરેન્દ્ર શેટ્ટી અને સુનંદા તેની કંપનીમાં ભાગીદાર હતા અને તેમની પુત્રીઓ પણ ભાગીદાર હતી, કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો ન હતો અને તેઓનો દેણા સાથે કોઈ સંબંધ નથી. પોતાની ફરિયાદમાં વેપારીએ આરોપ લગાવ્યો છે કે સુરેન્દ્ર શેટ્ટીએ જાન્યુઆરી ૨૦૧૭માં વ્યાજ સહિત રકમ ચૂકવવાની હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે શિલ્પા, શમિતા અને સુનંદા ૨૦૧૫માં તેમના પિતા દ્વારા કથિત રીતે ઉછીના લીધેલા પૈસા પરત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. શિલ્પાના પિતાએ ૧૮ વર્ષની ઉંમરે તેની પાસેથી વાર્ષિક વ્યાજના દરે લોન લીધી હતી. બિઝનેસમેને એવો પણ આરોપ લગાવ્યો હતો કે શિલ્પા, શમિતા અને તેમની માતાએ માત્ર લોન ચૂકવવાની ના પાડી પરંતુ જવાબદારીનો પણ ઇનકાર કર્યો. થોડા સમય પહેલા રાજ કુન્દ્રાનું નામ પોર્ન કેસમાં સામે આવ્યું હતું. જુલાઈ ૨૦૨૧ માં, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. રિપોર્ટ્‌સ અનુસાર, રાજ કુન્દ્રા પર દોઢ વર્ષમાં ૧૦૦થી વધુ પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાનો આરોપ હતો. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. રાજને બે મહિના જેલમાં રહેવું પડ્યુંને જામીન મળી ગયા જ્યારે તે બહાર આવી શક્યો.

Shilpa-Shetty-Court-Order-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *