મુંબઈ
સાઉથની ફિલ્મોની હિંદી રિમેક બનાવાનો હાલ બોલીવૂડમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આમાં હરમન બાવેજા અને વિકી બાહરીનો પણ સમાવેશ થઇચુક્યો છે. તેમણે મલયાલમ ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન કિચનના હક્ક મેળવી લીધા છે. નિમિષા સજયાન ્ને સૂરજ વેનજારામૂડુ અભિનિત આ ફિલ્મને હિંદી રીમેક બનાવા માટે સ્ટારકાસ્ટ પર વિચારી રહ્યા છે. આ હિંદી રીમેકમ ાટે ઘણા કલાકારોના મુખ્યરોલ માટે નામ વિચારવામાં આવ્યા હતા. મલયામલ ફિલ્મ સફળ થઇ હોવાથી તેના જેવીજ અભિનેત્રી પર ભાર મુકવામાં આવ્યો છે. તેમજ તેનો દેખાવ પણ મલયાલમ અભિનેત્રી જેવો હોવો જાેઇએ તે પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સૂત્રે વધુમાં કહ્યુ ંહતુ ંકે, અંતે ફિલ્મસર્જકને આ પાત્ર માટે સાન્યા મલ્હોત્રા યોગ્ય લાગી છે. તેમને તે નિમિષાએ ભજવેલ રોલને સારો ન્યાય આપી શકશે એમ વિચારીને તેને ફાઇનલ કરવામાં આવી છે. ધ ગ્રેટ ઇન્ડિયન કિચર નવ પરિણિતાની વાર્તા છે જે પતિ અને સાસુને અનુકુળ થવા માટે કહ્યાગરી બનવાનો પ્રયાસ કરતી જાેવા મળશે.


