મુંબઈ
ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સતત ૯મી ટી૨૦ મેચ જીતી હતી. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેના ઘરની બહાર સતત ત્રીજી ટી૨૦ સીરિઝ ગુમાવવી પડી હોય. કોલકાતામાં ટી-૨૦ સિરીઝમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ વતન જવા રવાના થઈ ગઈ છેટીમ ઈન્ડિયાએ પણ ટી-૨૦ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યો છે. તેણે તે સન્માન મેળવ્યું છે, જે છેલ્લે ધોનીના યુગમાં ક્રિકેટના આ ફોર્મેટમાં જાેવા મળ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ફરી એકવાર ૈંઝ્રઝ્ર ્૨૦ૈં રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગયું છે. બીજી તરફ, ત્રીજી ટી૨૦માં તેણે વેસ્ટ ઈન્ડિઝની ભારત પ્રવાસ પર મેચ જીતવાની છેલ્લી આશાને ૧૭ રનથી તોડી નાખી અને અહીં ટી૨૦ ટીમ રેન્કિંગમાં તેનું શાસન સ્થાપિત થઈ ગયું. ભારતીય ટીમ ૬ વર્ષ બાદ ૈંઝ્રઝ્ર રેન્કિંગમાં નંબર વન ્૨૦ ટીમ બની છે. ભારતે છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ દરમિયાન ્૨૦માં નંબર વન હતુ. ત્યારબાદ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬ થી ૩ મે ૨૦૧૬ સુધી તે નંબર વન ્૨૦ ટીમ રહી હતી. હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ફરી એ જ ઊંચાઈ હાંસલ કરી છે. ્૨૦ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ અત્યાર સુધી ૨૬૯ રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. પરંતુ, હવે ભારતે ્૨૦ૈં શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને ૩-૦થી હરાવીને ઈંગ્લેન્ડને રેન્કિંગમાં પાછળ ધકેલી દીધું છે. ગયા વર્ષે વર્લ્ડ કપમાં ભારત ટી-૨૦માં તેની છેલ્લી મેચ હારી ગયું હતું. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ પહેલા રોહિત શર્માની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડનો ક્લીન સ્વીપ કર્યો હતો, જેનો ફાયદો તેને ્૨૦ રેન્કિંગમાં મળ્યો છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ્૨૦ મેચ ૧૭ રને જીતી લીધી છે. પહેલા રમતા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ કેરેબિયન ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૭ રન જ બનાવી શકી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં ઘરઆંગણે ભારતની આ ૧૪મી ્૨૦ જીત છે. આ સાથે તે ઘરઆંગણે સૌથી વધુ ્૨૦ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે.


