Maharashtra

સોનાનો વાયદો રૂ.377 અને ચાંદીનો વાયદો રૂ.752 ઘટ્યોઃ કોટનમાં રૂ.1,050નો ઉછાળો

રબર, મેન્થા તેલ સુધર્યાઃ ક્રૂડ તેલમાં નરમાઈઃ બુલડેક્સ વાયદામાં 147 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 53 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,49,219 સોદાઓમાં કુલ રૂ.12,489.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 147 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 53 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,510 સોદાઓમાં કુલ રૂ.5,094.65 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,721ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,784 અને નીચામાં રૂ.51,370ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.377 ઘટી રૂ.51,499ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.219 વધી રૂ.41,538 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.38 વધી રૂ.5,145ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,602ના ભાવે ખૂલી, રૂ.309 ઘટી રૂ.51,378ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.68,511ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,566 અને નીચામાં રૂ.67,920ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 752 ઘટી રૂ.68,084ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 751 ઘટી રૂ.68,215 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.768 ઘટી રૂ.68,211 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 5,718 સોદાઓમાં રૂ.1,093.05 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.287.50 અને જસત માર્ચ વાયદો રૂ.0.10 ઘટી રૂ.338ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.807.90 અને નિકલ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.96.2 ઘટી રૂ.2,501.90 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.181ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 37,361 સોદાઓમાં કુલ રૂ.3,203.91 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.8,475ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.8,483 અને નીચામાં રૂ.8,251ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.340 ઘટી રૂ.8,278 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.40 વધી રૂ.422.60 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,177 સોદાઓમાં રૂ.298.88 કરોડનાં કામકાજ થયા હતા. કોટન માર્ચ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.42,700 અને નીચામાં રૂ.42,220ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1,050 વધી રૂ.42,510ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,450ના ભાવે ખૂલી, રૂ.158 વધી રૂ.17505 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.20 વધી રૂ.1046.90 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 18,746 સોદાઓમાં રૂ.3,071.65 કરોડનાં 5,944.229 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 55,764 સોદાઓમાં કુલ રૂ.2,023 કરોડનાં 296.043 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,703 સોદાઓમાં રૂ.1,987.26 કરોડનાં 23,80,900 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,658 સોદાઓમાં રૂ.1,217 કરોડનાં 28366250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,817 સોદાઓમાં રૂ.282.85 કરોડનાં 66200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 344 સોદાઓમાં રૂ.15.42 કરોડનાં 144.72 ટન, રબરના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ.0.61 કરોડનાં 35 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 24,601.484 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 334.256 ટન, ક્રૂડ તેલમાં 778000 બેરલ અને નેચરલ ગેસમાં 11438750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 174100 ગાંસડી, મેન્થા તેલમાં 433.44 ટન, રબરમાં 38 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 526 સોદાઓમાં રૂ.44.45 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 522 સોદાઓમાં રૂ.44.02 કરોડનાં 580 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1 સોદાઓમાં રૂ..11 કરોડનાં 1 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 3 સોદાઓમાં રૂ..32 કરોડનાં 3 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 505 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 43 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 41 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,607ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,660 અને નીચામાં 8,607ના સ્તરને સ્પર્શી, 53 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 108 પોઈન્ટ ઘટી 8,626ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 15,260ના સ્તરે ખૂલી, 147 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 164 પોઈન્ટ ઘટી 15,144ના સ્તરે અને મેટલડેક્સ એપ્રિલ વાયદો 22,151ના સ્તરે ખૂલી, 208 પોઈન્ટ વધી 22151ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 28927 સોદાઓમાં રૂ.2,754.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.143.93 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.31.65 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,242.42 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.336.04 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 128.02 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.625 ખૂલી, ઊપરમાં રૂ.643 અને નીચામાં રૂ.516.70 રહી, અંતે રૂ.198.30 ઘટી રૂ.530.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.430ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.34.45 ખૂલી, ઊપરમાં રૂ.36.70 અને નીચામાં રૂ.31.05 રહી, અંતે રૂ.0.50 ઘટી રૂ.32.10 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,627 ખૂલી, ઊપરમાં રૂ.1,627 અને નીચામાં રૂ.1,247 રહી, અંતે રૂ.352.50 ઘટી રૂ.1,289.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.392 ખૂલી, ઊપરમાં રૂ.488 અને નીચામાં રૂ.392 રહી, અંતે રૂ.104.70 વધી રૂ.479.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.60 ખૂલી, ઊપરમાં રૂ.21.70 અને નીચામાં રૂ.18.40 રહી, અંતે રૂ.0.05 વધી રૂ.21.15 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.803 ખૂલી, ઊપરમાં રૂ.890 અને નીચામાં રૂ.803 રહી, અંતે રૂ.72.50 વધી રૂ.837.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *