Rajasthan

રાજસ્થાનમાં કાકાએ ભત્રીજી પર નજર બગાડી, દોઢ મહિના સુધી દુષ્કર્મ કર્યું

ચુરુ
રાજસ્થાનમાંથી નજીકના સંબંધો તૂટવાના કિસ્સાઓ આવતા રહે છે. લોહીના સંબંધો અહીં તારતાર થયા છે. આવો જ એક કિસ્સો ફરી વાર સામે આવ્યો છે. રાજ્યના ચૂરુ જિલ્લામાં ૧૭ વર્ષની સગીર ભત્રીજીને જાેઈને તેના સગા કાકાની દાનત ખોરી થઈ. એક જ આંગણામાં મોટા ભાઈના પરિવાર સાથે રહેતા કાકાએ હૈવાનિયતની હદો પાર કરતા ભત્રીજી સાથે રેપની ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ પીડિતાની દરિંદગી એક વાર નહીં પણ વારંવાર કરી હતી. આરોપી કાકાએ માસૂમ બાળકીને ડરાવી ધમકાવીને દોઢ મહિના સુધી તેની સાથે રેપ કરતા રહ્યા હતા. લોકલાજે ચૂપ બેસી રહેલી પીડિતાની આખરે ધીરજ ખુટી. તે શુક્રવારે પોતાના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી, જ્યા તેણે હેવાન કાકા વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો હતો. મહિલા પોલીસ અધિકારીએ જણાવ્યું છએ કે, આરોપી વિરુદ્ધ આઈપીસી અને પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધી લેવામાં આવી છે. પીડિતાનું જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ બોર્ડથી મેડિકલ કરાવ્યું છે. સીઆઈ ચોટિયાએ જણાવ્યું છે કે, સગીર બાળકીના પિતાએ રિપોર્ટ લખાવ્યો છે કે, તે પોતાના પરિવાર સાથે રહે છે. તેમની સાથે જ તેમનો નાનો ભાઈ પણ રહે છે. બે દિવસ પેહલા ૧૭ નવેમ્બરની સાંજે જ્યારે તે મજૂરી કરીને ઘરે આવ્યો, તેની પત્નીએ કહ્યુ કે, નાના ભાઈએ તેની સાથે ઝઘડો કર્યો. ઝઘડા દરમિયાન સગીર બાળકીએ જણાવ્યું કે, કાકાએ તેની સાથે છેલ્લા દોઢ મહિનાથી રાતના સમયે મોકો જાેઈને ગંદા કામ કરતો રહેતો. જ્યારે તેની માતાએ સગીર બાળકીને આ સંબંધમાં પુછ્યું તો, રડતા રડતા કાકાની કરતૂત જણાવી. આ સાંભળીને પગ તળેથી જમીન ખસકી ગઈ. આરોપી કાકાએ પીડિતાને ધમકી આપી હતી કે, જાે તેણે આ અંગે કોઈને જણાવ્યું છે તો જાનથી મારી નાખશે. સગીર બાળકીએ જણાવ્યું છે કે, તેની કાકી ગર્ભવતી હોવાથી તે પોતાના પિયરમાં ગઈ છે. ત્યાર બાદ કાકા એક રાતે તેની સાથે રેપ કર્યો. બાદમાં બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ કરતા રહેતા. આરોપી કાકાને પહેલાથી ત્રણ સંતાનો છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *