Uttar Pradesh

અંકિતા હત્યાકાંડનો મુખ્ય આરોપી સહિત ત્રણ પર ગેગસ્ટર એકટ કરવામાં આવી કાર્યવાહી

દહેરાદુન
અંકિતા ભંડારી હત્યાકાંડ મામલામાં મુખ્ય આરોપી પુલકિત આર્ય અને તેના સાથીઓ પર ગેંગસ્ટર એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કહેવાય છે કે પુલકિતની સાથે જ આરોપી સૌરભ અને અંકિતની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. હવે એવામાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ગેંગસ્ટરની કલમો લગાવ્યા બાદ આરોપીઓના સ્થળો પર બુલડોઝર પણ ચાલશે હવે અંકિતા હત્યાકાંડના આરોપીઓ પર પણ ગેંગસ્ટર લગાવવામાં આવ્યો છે. હવે આરોપીઓ પર ગેંગસ્ટર લગાવવામાં આવ્યો છે આવામાં વનંતરા રિજોર્ટ અને સ્વદેશી આર્યુવેદિક ફેકટરી પર શું બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપ છે કે ગેંગ લીડર પુલકિત આર્ય અને તેના સાથી સૌરભ ભાસ્કર અને અંકિત ઉર્ફે પુલકિત ગુપ્તાએ રિજાેર્ટ અને આસપાસ વિસ્તારમાં અસામાજિક કૃત્યોને પરિણામ આપ્યો છે. આ સાથે જ ગેરકાયદેસર રીતે નાણાં એકત્રિત કરી સમાજ વિરોધી કાર્ય કર્યા અને જધન્ય અપરાધ કર્યા. આ સમયે અંકિતા હત્યાકાંડ મામલામાં એસઆઇટી ટીમ ડીઆઇજી રેણુકા દેવીના નેતૃત્વમાં તપાસ કરી રહી છે પોલીસ મહાનિર્દેશક અશોક કુમારના દિશા નિર્દેશમાં મામલાની મોનીટરિંગ કરવામાં આવી રહી છે. એ યાદ રહે કે અંકિતા ભંડારી હત્યાકાંડમાં ડીઆઇજી પી રેણુકા દેવીના નેતૃત્વમાં બનેલ એસઆઇટી તપાસ કરી રહી છે તેમણે કહ્યું હતું કે વનંતરા રિજાેર્ટમાં વીઆઇપી માટે અલગથી પ્રેસિડેંશિયલ સુઇટની વ્યવસ્થા હતી જેમાં રહેનારા વીઆઇપીને સ્પેશલ ટ્રીટમેંટ આપવામાં આવતી હતી જાે કે તે વીઆઇપી કોણ હતું હજુ સુધી તેની પુષ્ટી થઇ શકી નથીએ યાદ રહે કે પૌડી ગઢવાલ જીલ્લાના યમકેશ્વર સ્થિત ગંગા ભોગપુર ખાતે વનંતરા રિજાેર્ટના માલિક પુલકિત આર્ય અને તેના અન્ય બે સાથીઓએ રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની ૧૮ સપ્ટેમ્બરની રાતે નહેરમાં ફેંકી હત્યા કરી દીધી હતી મામલો સામે આવ્યા બાદ રિજાેર્ટ માલિકે જ રાજસ્વ વિસ્તારમાં અંકિતા ભંડારીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ૧૯ વર્ષની અંકિતાનું શબ ગત ૨૪ સપ્ટેમ્બર ઋષિકેશની નજીક ચિલ્લા નહેરથી કબજે કરવામાં આવ્યું હતું.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *