International

ઈઝરાયેલે સીરિયાના કેપિટલ દમિશ્ક વિસ્તારમાં હુમલો કર્યો

ઇઝરાયલ
યૂક્રેન અને રશિયા વચ્ચે વધતા તણાવ પર યુદ્ધની આશંકાઓ પ્રબળ બની છે ત્યાં બીજી બાજુ ઈઝરાયેલે સીરિયા પર મિસાઈલો છોડી છે. ઈઝરાયેલે બુધવારે સવારે સીરિયાના દક્ષિણી ભાગમાં બનેલા આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ આ કાર્યવાહીમાં કોઈનું મોત થયું નથી. પરંતુ સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. સૈન્ય અધિકારીના હવાલે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલના કબજાવાળા ગોલાન હાઈટ્‌સથી આ હુમલો કરાયો. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે સીરિયાએ ઈઝરાયેલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. ગત અઠવાડિયે પણ સીરિયાએ દાવો કર્યો હતો કે ઈઝરાયેલ તરફથી હુમલો કરીને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતાં. ઈઝરાયલે સીરિયાના કેપિટલ દમિશ્કના દક્ષિણી વિસ્તારમાં હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ બાજુ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પોતાના રશિયન સમકક્ષ સાથે થનારી બેઠક રદ કરતા કહ્યું કે રશિયાએ યૂક્રેન પર આક્રમણની શરૂઆત કરી દીધી છે. અમેરિકી વિદેશ મંત્રાલયના ફોગી બોટમ મુખ્યાલયમાં યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં બ્લિંકને કહ્યું કે દુનિયાએ રશિયાને તે અપરાધો માટે દંડિત કરવા માટે પોતાની પૂરી આર્થિક શક્તિ સાથે જવાબ આપવો જાેઈએ. જે તેણે પહેલા કર્યા છે કે પછી જેને તે કરવા માટે યોજના ઘડી રહ્યું છે. તેમણે કહ્યું કે ‘રશિયાની અર્થવ્યવસ્થા પર આકરો પ્રહાર કરો.’

Russia-Ukraine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *