International

ઓસ્કરમાં વિલ સ્મિથને બેસ્ટ એકટરનો ખિતાબ મળ્યો

લોસ-એન્જલસ
૯૪મા એકેડેમી એવોર્ડ્‌સ સેરમની ૨૭મી માર્ચથી શરૂ થઈ ગઈ છે. બ્રોડકાસ્ટ થિયરમાં ૮ એવોર્ડ આપી ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પર્ધાનો માહોલ છે. ભારતમાં પણ તેનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે રેજીના હોલ, એમી શૂમર, વાન્ડા સ્કાયસ આ શોને હોસ્ટ કરી રહી છે. ધ તમને જણાવવુ રહ્યુ કે,બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં સમર ઓફ સોલે’ ઓસ્કાર જીત્યો હતો. જ્યારે ભારતીય ફિલ્મ ‘રાઈટીંગ વિથ ફાયર’ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી છે. આ સાથે જ ‘કોડા’ને બેસ્ટ ફિલ્મનો ખિતાબ મળ્યો. કોડાની સમગ્ર કાસ્ટને ઓસ્કારમાં સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મની કહાનીમાં પરિવારના ચાર સભ્યો છે.જેમાં ત્રણ લોકો તેમના કાનથી સાંભળી શકતા નથી. જ્યારે ચોથો વ્યક્તિ ગાયકીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે અને તે ઘણા મોટા સંગીત સમારોહમાં ભાગ લે છે. જેસિકા ચેસ્ટેને ‘ધ આઈઝ ઓફ ટેમી ફે’ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો અને વિલ સ્મિથે ‘કિંગ રિચર્ડ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો.તમને જણાવી દઈએ કે પહેલો એવોર્ડ બેસ્ટ સાઉન્ડ માટે હતો, જે ડેનિસ વિલેન્યુવેની સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘ડ્યૂન’ને મળ્યો હતો.આટલું જ નહીં આ ફિલ્મને સિનેમેટોગ્રાફી અને વિઝ્‌યુઅલ ઈફેક્ટ કેટેગરીમાં પણ સન્માનિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *